
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ધનસુરા પોલીસ સ્ટેશનમાં પોલીસની દાદાગીરીના આક્ષેપો સાથે અરવલ્લી જિલ્લા પોલિસ વડા ને અરજી
ધનસુરા પોલીસ સ્ટેશનમાં પોલીસની દાદાગીરી સામે આવી હતી જેમાં એક ફરિયાદી મહિલાની ફરિયાદના લઈ ધાક ધમકી આપ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે મહિલા એ ન્યાય માટે મોડાસા મહિલા પોલીસ માં પણ અરજી આપી હતી.ધનસુરા પોલીસ સ્ટેશન ના જવાબદાર અધિકારીએ ભોગ બનનાર મહિલા ને ટાંટિયા તોડવી નાખવાનું પણ જણાવ્યું હતું ત્યારે પોલીસના અશોભનીય વર્તનથી મહિલા ડગાઈ ગઈ હતી અને તે દરમિયાન ધનસુરા પોલીસની દબંગાઈ થી મહિલા ચક્કર ખાઈ ઢળી પડી હતી વધુમાં ભોગ બનનાર મહિલાએ ધનસુરા સીએચસીમાં સારવાર અર્થ એ લઇ જવામાં આવી હતી ત્યારે આ ઘટના ને લઇ સમગ્ર હકીકત બાબતે માહિલાએ જિલ્લા પોલીસ વડા ને લેખિત ફરીયાદ કરી છે

વાત કરવામાં આવે તો ભોગ બનનાર મહિલાએ મોડાસા મહિલા પોલીસ સ્ટેશનમાં તા.૦૫/૦૩/૨૦૨૪ નારોજ ફરિયાદ આપેલ જે ફરિયાદના કામે મોડાસા મહિલા પોલીસ સ્ટેશનથી તા.૧૧/૦૩/૨૦૨૪ ફોન કરી બોલાવેલ અને મોડાસા મહિલા પોલીસ આશરે ૧૨ વાગે મહિલા આવેલ અને મહિલા પોલીસ સ્ટેશનના બેને જણાવેલ તમારો લીધેલ જવાબ અને ફરિયાદ તમને કાગળો જે આપું છું તે તમે ધનસુરા પોલીસ સ્ટેશન લઈને જશો એટલે ત્યાં ફરિયાદ દાખલ થઈ જશે. જેથી મહિલા કાગળો લઈને ધનસુરા પોલીસ સ્ટેશન જવા નીકળેલ અને ત્યાં ત્રણ વાગે પોલીસ સ્ટેશન પહોચી ત્યાં બેઠેલ સાહેબને આ કાગળો આપતા તે કાગળો જોઈને કહેવા લાગેલ કે મે તને ના તો પાડી છે કે ફારીયાદ દાખલ નહીં કરીશું તો શું કામ વારંવાર પોલીસ સ્ટેશને આવે છે પછી ટેબલ ઉપર બેઠેલ સાહેબને મહિલાએ કીધેલ કે ફરિયાદ દાખલ કરો હું કંટાળી ગઈ છું તેવું બોલતા તે સાહેબ ઉશ્કેરાઈ જઈ બોલવા લાગેલ કે તે જે કૂવાનું પાણી પીધું છે ને એજ કૂવાનું પાણી મે પીધું છે, અને કહેલ કે તને તો મારા મોટા સાહેબ જ સીધી કરશે તેમ કહી બાજુમાં આવેલ ઓફિસમાં લઈ ગયેલ અને ત્યાં બેઠેલ સાહેબએ કાગળો જોઈને બોલવા લાગેલ કે “મહિલા પોલીસને બોલાવીને આના કુલા તોડાવી નાખો જેથી પોલીસ સ્ટેશન પગ મૂકવાનું ભૂલી જાય, તેમ કહી કાગળમાં લીટી ઉપર અંગૂઠાનું નિશાન લીધેલ, તેમાં શું લખ્યું હતું તે મને વાંચી બતાવેલ ન હતું ” જેથી મહિલા હેબતાઈ ગયેલ હતી અને પોલીસ સ્ટેશનની બહાર ઊભી રહેલ મહિલા ની બેનને આ બાબતની વાત કરી હતી.
ત્યારબાદ ભયના કારણે ગભરામણ થતાં મહિલાને એકાએક ચક્કર આવતા તબિયત લથડતા મહિલા ની બેન સાથે ધનસુરા આરોગ્ય કેન્દ્રમાં સારવાર કરવામાં માટે લઇ જવામાં આવ્યા હતી ત્યારે આ ઘટના ને લઇ મહિલાની ફરિયાદ ન લેતા મહિલાએ સમગ્ર ઘટના ને લઇ જિલ્લા પોલિસ વડાને લેખિત અરજી કરી ઘટના ની જાણ કરી હતી અને યોગ્ય તપાસ કરી ન્યાય માટે આજીજી કરી હતી









