GUJARATHALVAD

Halvad:બધી પોલીસ ખરાબ નથી હોતી જેનું ઉત્તમ ઉદાહરણ હળવદના પોલીસ કોન્સ્ટેબલ અને ટ્રાફિક કોન્સ્ટેબલ દ્વારા જોવા મળ્યું

બધી પોલીસ ખરાબ નથી હોતી જેનું ઉત્તમ ઉદાહરણ હળવદના પોલીસ કોન્સ્ટેબલ અને ટ્રાફિક કોન્સ્ટેબલ દ્વારા જોવા મળ્યું રીપોર્ટર વિશાલ જયસ્વાલ હળવદ 

 


પોલીસ એટલે લોકોના મગજમાં માત્ર નેગેટિવ ઇફેક્ટ જોવા મળતી હોય છે જો વાત કરવામાં આવે તો હાલના સમયમાં પોલીસ ઉપર લોકો ખરાબ નજરથી જોતા હોય છે જેનો એકમાત્ર કારણ ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવે જેમાં પોલીસ દ્વારા વિવિધ પ્રકારના તોડ કરવામાં આવતા હોય છે ત્યારે આજે હળવદ ટ્રાફિક કોન્સ્ટેબલ તેમજ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા એક યુવક કે જે મુંબઈથી ભુજ જઈ રહ્યો હતો તેનો અધવચ્ચે જ પાકીટ અને મોબાઈલ બંને ચોરાઈ ગયું હતું. ત્યારે આ યુવક પાસે ટિકિટ ભાડાના પણ પૈસા ન હતા તેમ જ કોઈની પાસે ફોન કરવા માટે મોબાઈલ ફોન પણ ન હતો ત્યારે મદદ માંગતા માંગતા તે અચાનક હળવદ સરા ચોકડી પાસે આવી પહોંચ્યો ત્યારે આ યુવકને હળવદ પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈ પીપરીયા તેમજ વિશાલ પાટડીયા ટીઆરબી જવાન દ્વારા મદદરૂપ બની ટિકિટ ભાડાના તેમજ જરૂરી રૂપિયાની મદદ કરી તેના મૂળ કામ સુધી પહોંચવા માટે તેની મદદ કરવામાં આવી હતી ત્યારે આ યુવક પણ ખુશ જોવા મળ્યો હતો. યુવક પાસે પોતાનો મોબાઈલ તેમજ પાકીટ બંને ચોરાઈ જવાનું દુઃખ હતું પરંતુ જ્યારે હળવદ પહોંચ્યો ત્યારે આ પોલીસ જવાનો દ્વારા કરવામાં આવેલી મદદ થી તેને રાહતનો શ્વાસ લીધો હતો તેમજ તેને તેના મૂળ મુકામ સુધી પહોંચવા માટે મદદ થઈ હતી ત્યારે આવા પોલીસ કર્મીઓ ને કારણે પોલીસ પ્રત્યેની નફરત ઘણી વખત પ્રેમમાં બદલાતી હોય છે

[wptube id="1252022"]
Back to top button