
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
હાજી જી. યુ. પટેલ હાઈસ્કૂલ, લુણાવાડા.
શાળામાં વાર્ષિક કાર્યક્રમ યોજાયો

આજ તા.02.03.2024 ને શનિવારના રોજ સવારે 10.30 કલાકે શાળામાં વાર્ષિક ઈનામ વિતરણ અને ધો.10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
કાર્યક્રમની શરૂઆત કલામે પાકની તિલાવતથી કરવામાં આવી હતી.
સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ અભ્યાસ અને સહઅભ્યાસ પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરેલ હતો તે તમામ વિદ્યાર્થીઓને સખીદાતાઓ દ્વારા ઈનામો અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માટે શરૂઆતથી તમામ વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહિત હતા. કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોને આવકાર આપી તેઓનો પરિચય શાળાના આચાર્યએ આપ્યો હતો અને તમામ વિદ્યાર્થીઓને અભિનંદન સાથે પ્રોત્સાહન આપ્યું હતું અને પછી તમામનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમના મુખ્ય વક્તા અને લુણાવાડા દારૂલ ઉલુમ, લુણાવાડાના મહત્વના ખાદીમ એવા મુફ્તી ખાલિદ સાહેબે શિક્ષણ અને શિસ્ત પર વિદ્યાર્થીઓને સુંદર અને ખૂબ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું અને મેળવેલ નંબરથી નિશ્ચિંત ન બની વધુ પ્રગતિ માટે પ્રયત્ન કરવા જણાવ્યું હતું.* આ પ્રસંગે શાળાના પૂર્વ સેક્રેટરી અને વડીલ એવા સિંગ્નલીવાલા સાહેબે પણ શિક્ષણ સાથે શિસ્ત પર ભાર મૂકવા જણાવ્યું હતું. આ પ્રસંગે શાળાના શિક્ષકમિત્રો જનાબ રાકેશભાઈ અને જનાબ ઈરફાનભાઈએ પણ બોર્ડની પરીક્ષા અંગે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ કાર્યક્રમમાં શાળા મંડળના પ્રમુખ જનાબ હબીર્રહમાન રશીદ સાહેબ તેમજ અન્ય ટ્રસ્ટીઓ જનાબ શબ્બીરભાઈ પટેલ સા., જનાબ સાદિકભાઈ સીભાઈ સા.,જનાબ અહેમદભાઈ પટેલ સા., જનાબ હનીફભાઈ દેનાવડવાલા સા., જનાબ નજીરભાઈ પટેલ સા. અને મદની શાળાના આચાર્ય સા.તેમજ સમાજના વડીલોએ હાજરી આપી કાર્યક્રમને શોભવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષકો જનાબ રફીકભાઈ અને જનાબ ગુલામનબીએ કર્યું હતું. સૌનો આભાર શાળાના શિક્ષક જનાબ નઈમભાઈ વ્યક્ત કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમ માટે તમામ શિક્ષકમિત્રોએ ભારે મહેનત કરી રી હતી. એકંદરે કાર્યક્રમ ખૂબ સફળ અને સુંદર રહ્યો હતો.









