
શ્રી એમ આર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, રાજપીપળા દ્વારા એન.એસ.એસ ની વાર્ષિક શિબિર નું આયોજન
જુનેદ ખત્રી : રાજપીપલા
શ્રી એમ આર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, રાજપીપળા દ્વારા એન.એસ.એસ ની વાર્ષિક શિબિર નું આયોજન તારીખ ૦૭/૦૧/૨૦૨૪ થી ૧૩/૦૧/૨૦૨૪ રોજ મુ. ભદામ, તા. નાદોદ, જી. નર્મદા મુકામે રાખવામાં આવ્યું છે. આ શિબિરનો શુભારંભ તારીખ ૦૭ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ ભદામ ખાતે કરવામાં આવ્યું હતું. શિબિરનું ઉદઘાટન તા. ૦૮ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ રાખવામાં આવ્યું, જેમાં નાંદોદ એસેમ્બ્લી ના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, અતિથિવિશેષ જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, કાર્યક્રમ ના પ્રમુખ પી ડી વસાવા કે જેઓ ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ ના પ્રમુખ અને Ex MLA છે, કોલેજ પ્રાચાર્ય ડો એસ જી માંગરોલા, ગામ સરપંચ હીનાબેન સુરેશભાઈ વસાવા, ભદામ ગામ ના આગેવાનઓ રોનકભાઇ પટેલ, ચિરાગભાઈ પટેલ તેમજ રાષ્ટ્રિય સેવા યોજના ના પ્રોગ્રામ ઓફિસર મનીષાબેન વસાવા, ડો રવિકુમાર વસાવા, ડો દિનેશકુમાર પ્રજાપતિ, ડો જેતલકુમારી પટેલ અને એન એસ એસના સ્વયં સેવકો ઉપસ્થિત રહ્યા.

કાર્યક્રમ ના મુખ્ય મહેમાન, અતિથિ વિશષ, અધ્યક્ષ એ ઊપસ્થિત તમામ એન એસ એસ સ્વયંસેવકો ને પ્રોત્સાહિત કરી આશીર્વચન આપ્યા. કોલેજ પ્રાચાર્યએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને પરિચય આપ્યો. એન. એસ. એસ ની સ્વયંસેવિકા અવની બેન અને યુગમાબેને ઉપસ્થિતિ સૌ ને એન.એસ. એસ વિશે પરિચય આપ્યો. સ્વયંસેવકોએ સામૂહિક રીતે લક્ષ્ય ગીત ગાયું.









