
તા.૨૦.૦૩.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
ધાનપુર તાલુકાના બાટણપુરા ગામે બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો
ધાનપુર તાલુકાના બાટનપુરા ગામે ગાંગરડી તરફ જતા રોડ પર સવારના. સમયે બે મોટર સાયકલો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે ચાલકો તેમજ તેમની પાછળ સવાર અન્ય બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી બંને બાઈક ધડાકાભેર અથડાતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત ચાર વ્યક્તિઓને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
[wptube id="1252022"]








