ANANDANAND CITY / TALUKOKHAMBHAT

બોગસ માર્કશીટ કૌભાંડમાં SOGની કાર્યવાહી ભાજપના યુવા મોરચાના કારોબારી સભ્યની અટકાયત

આણંદના ખંભાતમાં ભાજપના યુવા મોરચાના કારોબારી સભ્ય મયુર ગોહિલની બોગસ માર્કશીટ કૌંભાડ મામલે અટકાયત કરાઈ છે. અગાઉ SOGએ બોગસ માર્કશીટ કૌભાંડમાં ત્રણ લોકોની અટકાયત કરી હતી. જેમાં રોનક પટેલના રિમાન્ડ દરમિયાન હકીકત મળતા SOGએ મયુર ગોહિલની અટકાયત કરી હતી.  મયુર ગોહિલે ચાંગાથી વિઝા ઓફિસ ચલાવતા રોનક પટેલને બોગસ માર્કશીટ બનાવવાનું કામ આપ્યું હતું. મયુરને જાણ હોવા છતાં બોગસ માર્કશીટ બનાવડાવી હોવાથી SOGએ અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button