તા.૦૩ જુન ૨૦૨૪ થી મતગણતરીનું કામકાજ સંપન્ન ન થાય ત્યાં સુધી વલ્લભવિદ્યાનગર ખાતે કેટલાક જાહેર માર્ગો પર પ્રવેશબંધી રહેશે
તા.૦૩ જુન ૨૦૨૪ થી મતગણતરીનું કામકાજ સંપન્ન ન થાય ત્યાં સુધી વલ્લભવિદ્યાનગર ખાતે કેટલાક જાહેર માર્ગો પર પ્રવેશબંધી રહેશે
તાહિર મેમણ – 30/05/2024- આણંદ, : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની મતગણતરીનું કાર્ય વિદ્યાનગર ખાતે નલિની આર્ટસ કોલેજ અને
બી.જે.વી.એમ કોમર્સ કોલેજ ખાતે આગામી તા. ૦૪ જૂન ૨૦૨૪ મંગળવાર ના રોજ સવારે ૦૮:૦૦ કલાકથી શરૂ થનાર છે. જેથી
ઉમેદવારોના ટેકેદારો આ વિસ્તારમાં એકઠા થાય તેના પરિણામે ટેકેદોરો વચ્ચે સંઘર્ષ થવાની સંભાવના રહે છે અને ઉપરોક્ત સ્થળોની
આજુબાજુના જાહેર રસ્તાઓ ઉપરથી માણસો,વાહનો પસાર થાય તેના પરીણામે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે
માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, આણંદ દ્વારા તા.૦૩ જુન ૨૦૨૪ સમય ૦૦:૦૦ વાગ્યાથી મતગણતરીનું કામકાજ સંપૂર્ણ પુરૂ ન થાય ત્યાં
સુધી વલ્લભવિદ્યાનગર ખાતે કેટલાક જાહેર માર્ગો જાહેર જનતા તથા જાહેર વાહનો (ચૂંટણી માટે ફરજ પર આવેલ તમામ સંલગ્ન
ખાતાના સ્ટાફ, ઉમેદવાર અને તેઓના એજન્ટ સિવાય) માટે પ્રવેશબંધી ફરમાવતો હુકમ કર્યો છે.
પ્રવેશબંધી ફરમાવતા હુકમ અન્વયે વિદ્યાનગર ખાતે ભાઈકાકા લાયબ્રેરીથી નલીની આર્ટસ કોલેજ ચાર રસ્ સુધી, રઘુવીર
ચેમ્બર્સ ચાર ક્રોસીંગ ઉપર યુનિર્વસીટી તરફ જતા રસ્તાના નાકા સુધી, બી.જે.વી.એમ. કોલેજ તથા નલીની આર્ટસ કાલેજ પાછળ
આવેલ રસ્તો કે (યુનિર્વસીટી રોડ), કલા કેન્દ્ર ચાર રસ્તા ( બાજખેડા હોસ્ટેલ ચાર રસ્તા) થી નાના યુનિર્વસીટી ગેસ્ટ હાઉસ સુધી,
બી.જે.વી.એમ કોલેજ તરફથી શાસ્ત્રી મેદાન તરફ જતા રસ્તા પર બેડમિન્ટન હોલ અને તેની પાછળનો ઓલ્ડ હોસ્ટેલ તરફ જતો
રસ્તો વગેરે માર્ગો પર જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા પ્રવેશબંધી ફરમાવતો હુકમ કર્યો છે.
આ હુકમ મતગણતરીના કામે રોકાયેલ સરકારી વાહનો, ફાયર બ્રિગેડના વાહનો, એમ્બ્યુલન્સ વાહનો તથા ઉમેદવાર અને તેના
એજન્ટના વાહનોને લાગુ પડશે નહીં.
આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.





