
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી રોટરી કલબ હવે પાથરણા કરી જીવન જરૂરી વસ્તુઓ વેંચતા નાના વેપારીઓને છત્રી વિતરણ કરી સેવા ની મહેક પસરાવી છે.
નવસારી વિજલપોર નગરપાલિકા બહાર ફળ તેમજ શાકભાજી વેચતા પાથરણા વેપારીઓને છત્રીનું વિતરણ કરી સેવા ની મહેક પસરાવતા નાના અને ગરીબ વર્ગમાં આવતા વેપારીઓનું સ્મિત છલકાયો હતો.
નવસારીની રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા અનોખી પહેલ કરી સમાજના છેવાડાના નાના વેપારીઓ ની ચિંતા કરી તેમને 50 જેટલી જમ્બો છત્રી વિતરણ કરી છે.<span;>રોટરી ક્લબ ઓફ નવસારી લાંબા સમયથી સેવાકીય પ્રવૃત્તિ કરતી આવી છે અવારનવાર સમાજના જરૂરિયાતમંદ લોકોને આવશ્યક વસ્તુઓ આપી પ્રોત્સાહિત કરે છે ત્યારે ફરીવાર પાથરણાવાળા વેપારીઓને છત્રી વિતરણ કરી તેમને માથે છાયડો ઊભો કરી હુંફ આપી છે. મોટાભાગે સેવાકીય સંસ્થાઓની મદદ આવા નાના પાથરણા વાળા વેપારીઓ સુધી પહોંચતી નથી ત્યારે શહેરની આ નામાંકિત સંસ્થાએ સમાજ ઉપયોગી કાર્ય કર્યું છે. રોટરી ક્લબના ડિસ્ટ્રીક ગવર્નર નિહિર દેસાઈનો જન્મદિવસ હોવાથી તેમના દ્વારા 50 જેટલી જમ્બો છત્રી પાથરણાવાળા વેપારીઓને વિતરણ કરવામાં આવી હતી રોટરી કલબના ગર્વનર નિહિર દેસાઈના જન્મદીને વિતરણ કરેલ છત્રીઓની સેવાકીય પહેલ ને લોકો આવકારી છે.









