AMRELIGUJARATRAJULA

રાજુલા ના હેડકોસ્ટબલ શૈલેષ ગીરી ગોસાઈ ને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન

રાજુલા ના હેડકોસ્ટબલ શૈલેષ ગીરી ગોસાઈ ને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન

યોગેશકાનાબાર રાજુલારા

જુલા શહેરમાં રાજુલા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શૈલેષગીરી ગોસાઈને અમરેલીના ડી.એસ.પી હિમકરસિંહના આદેશ થી સાવરકુંડલાના ડી.વાય.એસ.પી હરેશ વોરા હસ્તે આજે રાજુલા પોલીસ સ્ટેશનમાં શૈલેષ ગીરી ગોસાઈ ને પ્રમોશન આપવામાં આવ્યું અને સરકારશ્રીના નીતિ નિયમ મુજબ તેમને આજથી આ પ્રમોશન આપવામાં આવ્યું ત્યારે આ પ્રસંગે રાજુલા પોલીસ સ્ટેશનમાં ડી.વાય.એસ.પી હરેશ વોરા તેમજ રાજુલાના પી.આઈ ફુગસિયા પણ હાજર રહેલા ત્યારે આ પ્રસંગે સમગ્ર સ્ટાફ પણ હાજર રહેલો ત્યારે આ પ્રમોશન મળતા રાજુલાના સમસ્ત સાધુ સમાજ દ્વારા શૈલેષગીરી ગોસાઈને પુષ્પ ગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલા ત્યારે રાજુલાના રહેવાસી અને સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં પ્રખર એવા જ્યોતિષ રમેશ પુરોહિત દ્વારા પણ પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા સાથે સાથે સ્થાનિક પત્રકારો એ પણ શુભેચ્છા પાઠવેલી

અત્રે ઊલેખનીય બાબતે છે કે શૈલેષગીરીની પોલીસ તંત્રમાં 25 વર્ષની નોકરી પૂર્ણ થયા બાદ આ પ્રમોશન મળતા તેમણે પણ તમામ અધિકારીનો આભાર વ્યક્ત કર્યો નસીબ નસીબ ની વાત છે જ્યારે આ શૈલેષગીરી ગોસાઈ કોન્સ્ટેબલ તરીકે રાજુલા ફરજ ઉપર હાજર થયા ત્યારે પી.એસ.આઇ તરીકે હરેશ વોરા ફરજ બજાવતા અને જે હાલના ડી.વાય.એસ.પી તરીકે ફરજ બજાવે છે તેજ અધિકારી એ તેમને હાજર કરેલા અને આજે ફરીવાર પ્રમોશન મળતા આજે તેમને ડી.વાય.એસપી હરેશ દ્વારા જ તેમને પ્રમોશન આપવામાં આવ્યું ત્યારે શૈલેષ ગીરી ગોસાઈએ તમામ અધિકારીનો આભાર વ્યક્ત કરેલો

[wptube id="1252022"]
Back to top button