
૧૧ એપ્રિલ
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
થરાદ ખાતે વિશ્વ હોમિયોપેથિક દિવસ નિમિત્તે તેમજ હોમિયોપેથી ના જનક ડોક્ટર હેની મેનના જન્મદિવસ નિમિત્તે કેક કાપી ઉજવણી કરવામાં આવી, થરાદ નડેશ્વરી હોસ્પિટલ ખાતે થરાદ, વાવ, સુઈગામના હોમિયોપેથીક તેમજ આયુર્વેદિક ડોક્ટરોની હાજરીમાં હોમિયોપેથીક દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે પ્રમુખ ડોક્ટર હિતેન્દ્ર શ્રીમાળી એ હોમિયોપેથીનો વધુમાં વધુ પ્રચાર થાય તેમ જ આડઅસરહિત પદ્ધતિનો લોકો વધુ લાભ લે તેમ જણાવ્યું હતું. આમાં થરાદ, વાવ, સુઈગામના પ્રમુખ ડોક્ટર હિતેન્દ્ર શ્રીમાળી, મંત્રી ડોક્ટર વિમલ દવે, સહમંત્રી ડોક્ટર ભુરાભાઈ રાજપુત, ખજાનચી ડોક્ટર ભરતભાઈ રાઠોડ તેમજ આયુર્વેદિક મેડિકલ ઓફિસર ડોક્ટર વૈભવ રાવલ સિનિયર ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ, ડૉ મહેશભાઈ પ્રજાપતિ, ડો જયેશ પટેલ, ડોક્ટર ભાણજી પટેલ હાજર રહ્યા હતા.
[wptube id="1252022"]







