
તા.૦૯.૦૩.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય
સાંસી દાહોદ
Dahod:દાહોદ ખાતે મહિલા અને આરોગ્યની કાળજી ઉપર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
આંતર રાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે” Invest In women and accelerate the Progress” થીમ ઉપર અર્બન હેલ્થ સેન્ટર, દાહોદ ખાતે મહિલા અને આરોગ્યની કાળજી ઉપર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મહિલા અને બાળ અધિકારની કચેરી DHEW ટીમ દ્વારા દીકરીનાં જન્મનો ઉત્સવ મનાવી દિકરીના જન્મદર ને પ્રોત્સાહન મળે તે હેતુથી”બેટી બચાઓ બેટી પઢાઓ”અભિયાન અંતર્ગત દીકરીને દીકરી વધામણાં કીટ આપવામાં આવી અને તમાંમ દીકરીને વ્હાલી દિકરી યોજના ની માહિતી આપી આ યોજનાનો લાભ લેવા જણાવ્યું.
[wptube id="1252022"]









