
જાફરાબાદ ટાઉન અને મરીન પોલીસ દ્વારા 26 જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે વાણિજ્ય કોલેજ ખાતે દૂષણ દૂર કરવા જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
જાફરાબાદ ટાઉન પોલીસ અને મરીન પોલીસ દ્વારા 26 જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ જાફરાબાદ ખાતે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે લોકોમાં જાગૃતિ આવે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું….
જાફરાબાદ ખાતે પીપીટી પ્રેઝન્ટેશન, વીડિયો ક્લિપ અને NDPS ની કડક જોગવાઈઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા અને યુવાનોમાં વધી રહેલા ડ્રગ્સના સેવનોને દૂષણને દૂર કરવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું…..
જેમાં વાણિજ્ય કોલેજ ખાતે યુવાનોમાં જાગૃતિ લાવવા માટે મહત્વનું કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ તકે ટાઉન પીઆઇ દેસાઈ, મરીન પીઆઈ ચૌધરી, પીએસઆઈ પલાસ, પીએસઆઈ ઝાલા તથા કોલેજ ના આચાર્ય, સ્ટાફ અને બહોળી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા…
રિપોર્ટ..ભૂપત સાંખટ-અમરેલી