સાવરકુંડલા માં ગેર કાયદેસર રીતે સ્મશાન ની જમીન પર બાંધકામ બાબતે આવેદનપત્ર પાઠવ્યું

બગડા વાસ અમરેલી રોડ સાવરકુંડલા ના રહેવાસી ને.સરકાર શ્રી દ્વારા ફાળવેલું સ્મશાન (કબસ્તાન) જે હાથસણી રોડ પર આવેલું છે. તેમાં અમુક ઇસમો દ્વારા અને રાજકારણી લોકોએ સ્મશાન ની અંદર ગેર કાયદેસર રીતે કબ્જો કરેલ છે.અને ગેર કાયદેસર રીતે બાંધકામ કરે છે. સરકાર શ્રી દ્વારા તે લોકો ને સ્મશાન ની બહાર 40*80 ની જમીનમાં કૉમ્યુનિટી હોલ (પ્રાથના હોલ) કરવાની ગ્રાન્ટ મળેલ છે.જેનો સર્વે નંબર 393/1 છે. જેની કોપી આપ સાહેબશ્રી ને મોકલી આપી છે અને ઉપરાંત તે લોકો અન્ય સમાજ ના લોકો પાસે થી એક લાખ સુધી ના ફાળા પણ ઉઘરાવેલા છે.આવનારા સમય માં અમારા બગડા વાસ નું સ્મશાન પુરું થય જાય તો અમો બગડા વાસ ના 60 થી 65. મકાનોમાં રહેતા માણસો માં મરણ થાય તો અમે લોકો દાટવા ક્યાં જશું ? આ વાત ની જાણ થતાં અમે સમગ્ર બગડા વાસ ના લોકો એ વિરોધ કર્યો.પણ અમને અમુક ઇસમો દ્વારા ધમકી આવે છે તો આપ સાહેબશ્રી ને નમ્ર અરજ છે કે અમારી રજૂઆત ને ધ્યાન માં રાખી અમને ન્યાય આપવા આપ સાહેબશ્રી ને અમારા બગડા વાસ તરફથી વિનંતી સાથે સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું છે તેમ સમસ્ત બગડા વાસ દ્વારા જણાવ્યું હતું
રિપોર્ટર:યોગેશ ઉનડકટ સાવરકુંડલા અમરેલી










