AMRELIJAFRABAD

કડીયાળી ગામે પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો બિન-નિવાસી સમર કોચિંગ કેમ્પ યોજાયો

કડીયાળી ગામે પ્રાથમિક શાળા ખાતે જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી પૂનમબેનના માર્ગદર્શન થી તાલુકા કક્ષાનો બિન-નિવાસી સમર કોચિંગ કેમ્પ યોજાયો….

રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગ ગુજરાત રાજ્ય અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની કચેરી અમરેલીના સંયુક્ત ઉપક્રમે આયોજિત 10 દિવસીય તાલુકા કક્ષાનો બિન-નિવાસી સમર કોચિંગ કેમ અત્રે શ્રી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કડીયાળી ખાતે આયોજિત કરવામાં આવેલ છે….

જેમાં જાફરાબાદ તાલુકાના 120 થી વધારે પ્રભાવશાળી ખેલાડીઓ જુદી જુદી ચાર રમતો માટે પસંદ કરવામાં આવેલ છે તેમને નિષ્ણાંત નિષ્ણાત ટ્રેનરો/કોચ દ્વારા રમતોના કૌશલ્ય વિકાસની આધુનિક ઢબે તાલીમ આપવામાં આવી રહી છે….

શાળ શાળાના રમત ગમતના શિક્ષક શ્રી ડૉ.ભાવેશ વેકરીયા તથા રમેશભાઈ બારૈયા દ્વારા તાલુકા કક્ષાના કાર્યક્રમનું આયોજન જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી પૂનમબેનના માર્ગદર્શનથી કરવામાં આવી રહ્યું છે. જેમાં બાળકોને પ્રવાસ ભથ્થું, ટીશર્ટ, કેપ તેમજ પોસ્ટીક નાસ્તાનુ આયોજન કરવામાં આવેલ છે….

તાલુકા કક્ષાના સમર કોચિંગ કેમ્પ કડીયાળી ખાતે આયોજિત થતા કડીયાળી ગ્રામ પંચાયત દ્વારા સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે,શાળાના આચાર્યશ્રી દીપક મકવાણા તેમજ કડીયાળીના સરપંચ શ્રી સવજીભાઈ મકવાણા દ્વારા રમત વિકાસ અધિકારી શ્રી પૂનમબેનનો તાલુકા લેવલનો સમર કોચિંગ કેમ્પ અત્રેની શાળામાં આયોજિત કરવા બદલ વિશેષ આભાર વ્યક્ત કરેલ છે.

રીપોર્ટ…ભૂપત સાંખટ

જાફરાબાદ

અમરેલી

[wptube id="1252022"]
Back to top button