AMRELIRAJULA

રાજુલા શહેરમાં આધાર કાર્ડની કામગીરી ફરી શરૂ થતા લોકોમાં આનંદની લાગણી

યોગેશ કાનાબાર રાજુલા

રાજુલા શહેરમાં આધાર કાર્ડ ની કામગીરી શરૂ થતા આનંદની લાગણી
અખબારી અહેવાલો અને આગેવાનોની રજૂઆત બાદ રાજુલા શહેરીજનોને આધાર કાર્ડ ની સેવા શરૂ થતા આનંદની લાગણી
નવા આધારકાર્ડ માટે સાવરકુંડલા જવું પડે છે ત્યારે નવા આધાર કાર્ડ ની સેન્ટર રાજુલા કાર્યરત કરવા માંગણી

રાજુલા શહેરમાં છેલ્લા 20 દિવસથી આધાર કાર્ડની કામગીરી બંધ હતી આ બાબતે અવારનવાર અખબારી અહેવાનો પ્રસિદ્ધ થયા હતા અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી હરસુરભાઈ લાખનોત્રા સાગરભાઇ સરવૈયા સહિતના આગેવાનોએ અમરેલી જિલ્લા કક્ષાએ રજૂઆત કરી આધાર કાર્ડ સેન્ટર શરૂ કરવા માટે રજૂઆત કરી હતી પરિણામે આજરોજ રાજુલા શહેરમાં આધાર કાર્ડની કામગીરી શરૂ કરવામાં આવતા રાજુલા શહેરીજનો તેમજ 72 ગામના લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવાબ પામી છે કારણ કે આધાર કાર્ડમાં સુધારા વધારા સહિતની કામગીરી માટે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં આધાર કાર્ડની કામગીરી બંધ હતી પરિણામે નાના-મોટા કામો અટકીને ઉભા હતા

18 વર્ષથી મોટી ઉંમરના લોકોને નવું આધાર કાર્ડ કઢાવવું હોય તો જાફરાબાદ રાજુલા આજુબાજુના ૭૨ થી ગામોને સાવરકુંડલા જવું પડે છે ત્યારે હવે નવા આધાર કાર્ડ નું સેન્ટર રાજુલા શહેરમાં આપવામાં આવે તો સાવરકુંડલા સુધીનો ધક્કો બંધ થાય તેમ છે આ દિશામાં પણ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા રજૂઆત કરવામાં આવી છે

[wptube id="1252022"]
Back to top button