
યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા શ્રી સ્વામી નારાયણ મંદિર ખાતે 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંગે બેઠક મળી…

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રાજુલા શહેર તથા તાલુકામાં યોજાશે વિવિધ કાર્યક્રમો….
અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિર બનવા જઈ રહ્યું છે તે અંતર્ગત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર પરિવાર દ્વારા વિભિન્ન કાર્યક્રમો ક્રમશ થઈ રહ્યા છે જેમાં અગાઉ અયોધ્યાથી આવેલ અક્ષત કુંભ કળશનું રાજુલા મુકામે આવેલ શ્રી સ્વામી નારાયણ મંદિર ના સાન્નિધ્યમાં સાધુ સંતો મહંતો અને સ્વામી તથા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ જીલ્લા કાર્ય કરતાઓ નું ખૂબ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે આ (કુંભ) કળશની રાજુલા શહેરના તમામ હિન્દુ ધરોમાં તથા તાલુકાના બધા ગામડાઓમાં ધરે ધરે પધરામણી થશે તેમજ આવનાર તારીખ. ૧ થી ૧૫ સુધી રામ ભક્તો દ્વારા ઘરે ઘરે જઈને ભગવાન શ્રીરામની પત્રિકા , રામ મંદિરની ફોટો પત્રિકા તેમજ અયોધ્યાથી આવેલા અક્ષત ચોખા ઘરે-ઘરે પહોંચાડશે ત્યાર બાદ 22 જાન્યુઆરી 2024 તારીખે ઘરે ઘરે રંગોળી , દીપ પ્રાગટ્ય , ગામડામાં મંદિરોમાં શણગાર , મહા આરતીઓ, રામધૂન , રેલી જેવા વિભિન્ન કાર્યક્રમો થાય તે અંગે આયોજન કરવામાં આવ્યું હતું…આ પ્રસંગે આર એસ એસ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના કાર્યકરો તથા રાજુલા શહેરના આજુબાજુ ગામજનો. તેમજ હિન્દુ ધર્મના સંગઠનો તેમજ તાલુકાના ગામના સરપંચ સહિત આગેવાનો સાથે ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ ઉપરાંત 1992માં કાર સેવામાં ગયેલા વિશ્વભર માથી વિશ્વ હિન્દુ પરિષદ તેમજ આરએસએસ ના કાર્યકરો દ્વારા કરવામાં આવેલ કાયૅ અંગે પ્રોજેક્ટર દ્વારા વિડીયો બતાવવામાં આવ્યું હતું અને કાર સેવામાં ગયેલા આગેવાનો તેમજ તે સમયના થયેલા અનુભવો વિશે પણ વિડીયો બતાવવામાં આવ્યું હતું.









