
યોગેશ કાનાબાર રાજુલા
રાજુલાના સંઘવી હાઈસ્કૂલના બાળકો દ્વારા રાજુલા એસટી ડેપોમાં સફાઈ ઝુંબેશ કાર્યક્રમ યોજાયો…..

સમગ્ર દેશમાં વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા લોકોને સફાઈ બાબતે જાગૃત કરવા માટે અપીલ કરવામાં આવે છે તેમજ શહેરોમાં ગામોમાં અને રસ્તાઓમાં બેનરો પોસ્ટરો દ્વારા તેમજ વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને જાગૃત કરવા માટેનો પ્રયાસ કરવામાં આવતા હોય ત્યારે આજરોજ રાજુલા એસટી બસ સ્ટેન્ડમાં રાજુલા
જે એ સંઘવી હાઈસ્કૂલના બાળકો દ્વારા રાજુલા એસટી બસ સ્ટેન્ડમાં આજે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી સફાઈ ની સાથે સાથે પ્રવાસી જનતાને જાહેરમાં અપીલ કરવામાં આવેલી કે કચરો કચરાપેટીમાં નાખો કચરો ન કરો અને સફાઈમાં આપણી દરેક સંસ્થાઓ તેમજ આપણા શહેરને સ્વચ્છ અને સુંદર રાખીએ એસ ટી બસ ને સ્વચ્છ અને સુંદર રહે એવા પ્રયાસો આપણે સૌ સાથે રહીને કરીએ તેવું આ શાળા ના બાળકોએ પ્રવાસીઓને જાહેર અપીલ કરેલી આજ ના કાર્યક્રમ પ્રસંગે શાળા ના પ્રિન્સિપાલ શાળાનો સ્ટાફ તેમજ રાજુલાના એસ.ટી.ના ડેપો મેનેજર ટ્રાફિક કંટ્રોલર તેમજ અન્ય સ્ટાફ સમગ્ર કાર્યક્રમમાં હાજર રહેલ…









