સુરેન્દ્રનગર જિલ્લા કાઠી દરબાર સમાજ ક્ષત્રિય સમાજ સાથે છે અને રહેશે – રામકુભાઇ કરપડા
રાજકોટ પ્રેસ કોન્ફરન્સ કરી સમાજને ગુમરાહ કરતાં આગેવાનોને સણસણતા સવાલો

તા.13/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રાજકોટ પ્રેસ કોન્ફરન્સ કરી સમાજને ગુમરાહ કરતાં આગેવાનોને સણસણતા સવાલો
રાજકોટ ભાજપ કાર્યાલયથી ભાજપ દ્વારા લખાયેલ સ્ક્રીપ વાંચવા થકી એક કોન્ફરન્સમાં કાઠી દરબાર સમાજ રુપાલા સાથે છે ભાજપ સાથે છે તેમ જણાવ્યું હતું ખાસ તેમાં સુરજદેવળ મંદિરનો વિકાસ આ સરકાર દ્વારા કરવામાં આવેલ છે તેમ પણ જણાવ્યું હતું ત્યારે આ તમામ વાતને લઈ કહેવાતા આગેવાનોને સણસણતા સવાલો રામકુભાઇ કરપડાએ કરતાં જણાવ્યું હતું કે આ કોઈ સમાજ આગેવાનો નથી ભાજપ હોદેદારો છે અને સમાજ ઉપર હાવી થવાના પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ સમાજ મોટો છે આગેવાનો નહીં વાત છે સુરજદેવળ મંદિરના વિકાસ માટેની તો આ મંદિરના વિકાસમાં યુવાનો નો સહયોગ છે તેઓ વિકાસ કર્યો છે નહીં કે સરકારે? અગાઉ આપ પણ ટ્રસ્ટી હતા ત્યારે કેમ કોઈ વિકાસ ન થયો? જેવા સવાલો કરતા જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લા કાઠી દરબાર સમાજ સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ સાથે છે રૂપાલાના વિરોધમાં છે અને આવતીકાલે રાજકોટ સંમેલનમાં મોટી સંખ્યામાં સમાજ જોડાશે કોઈ એક બે ભાજપના અંગત લાભો માટે સ્વાર્થી મતલબી આગેવાનો સાથે કોઈ સમાજ છે નહીં કે તેઓને આગેવાન માનતા પણ નથી ફકત ને ફકત કાઠી ભાજપુત જ છે અને ભાજપના હોદેદારો જ છે સમાજ તેઓની સાથે નથી તેમ રામકુભાઇ કરપડાએ જણાવ્યું હતું.









