અમરેલી માહિતી પરિવાર દ્વારા જિલ્લા માહિતી કચેરીમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી

અમરેલી માહિતી પરિવાર દ્વારા જિલ્લા માહિતી કચેરીમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી
યોગેશ કાનાબાર રાજુલા
સ્વચ્છ ભારત અભિયાન અન્વયે અમરેલી જિલ્લા માહિતી કચેરી ખાતે માહિતી પરિવારના સભ્યશ્રીઓ દ્વારા કચેરીમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પૂ. બાપુના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા દરેક નાગરિકે પોતાનું કર્તવ્ય પૂર્ણ કરી રાષ્ટ્ર પ્રત્યેની તેમની ફરજ અદા કરવી જોઇએ. નિરોગી જીવનશૈલી માટે સ્વચ્છતા, સુઘડતાનું મહત્વ છે.
કચેરીમાં સફાઇ થાય, કચરો કચરાપેટીમાં રાખીએ અને તેનો યોગ્ય રીતે નિકાલ થાય, કચેરીમાં વધુમાં વધુ સુઘડતા રહે અને કચેરીમાં આ પ્રકારે સ્વચ્છતા માટે નિયમિતતા રહે તે માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો. સ્વચ્છતા તે જ સેવા મહા અભિયાનમાં વધુમાં વધુ નાગરિકો જોડાય અને સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે તે માટે વિશેષ પ્રયાસોને બદલે સ્વંય જાગૃત્ત બનીએ.










