આંબલી ફળીયા ગામે નિઃશુલ્ક સર્વ રોગ આયુર્વેદ અને હોમિયોપેથીક નિદાન ચિકિત્સા કેમ્પ યોજાયો

તા.૨૮.૦૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
આંબલી ફળીયા ગામે નિઃશુલ્ક સર્વ રોગ આયુર્વેદ અને હોમિયોપેથીક નિદાન ચિકિત્સા કેમ્પ યોજાયો
આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, પંચમહાલ અને એસ.પી.પટેલ આર્ટ્સ કોલેજ, સિમલીયાના રાષ્ટ્રીય સેવા યોજના એકમના સંયુક્ત ઉપક્રમે ઘોઘંબા તાલુકાની આંબલી ફળીયા પ્રાથમિક શાળા ખાતે આજ તારીખ 28/02/2024 ના રોજ નિઃશુલ્ક સર્વ રોગ આયુર્વેદ અને હોમિયોપેથીક નિદાન ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજ ટ્રસ્ટી મંડળના પ્રમુખ નટવરસિંહ ચૌહાણ ઉપસ્થિત રહી કેમ્પની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.પ્રા. હરિપ્રસાદ કામોલે સ્વાગત કર્યુ હતુ. પ્રારંભમાં ડૉ. રીટાબેને પોષણક્ષમ આહાર, ઋતુજન્ય રોગો અને આયુર્વેદીક ઉપચાર અંગે સ્વયં સેવકોને માહિતી આપી હતી. કેમ્પમાં ડૉ. સુનિલભાઈ ડામોર, મેડિકલ ઓફિસર, સરકારી આયુર્વેદ દવાખાનું, શનીયાડા, ડૉ. રીટાબેન બામણીયા, મેડિકલ ઓફિસર, સરકારી આયુર્વેદ દવાખાનું, કરોલી, ડૉ.ભાવિકાબેન તડવી, મેડિકલ ઓફિસર, સરકારી હોમિયોપેથીક દવાખાનું, વેજલપુર અને ફાર્માસિસ્ટ કનૈયાલાલ સોનેરા, સરકારી આયુર્વેદિક દવાખાનું ફરોડ, વગેરેએ સેવા આપી હતી. કુલ 143 દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. એન.એસ.એસ.ના સ્વયં સેવકોએ દર્દીઓને આવકારવાનું, પાણી આપવાનું,કેસ પેપર લખવાનું કામ કર્યું હતુ. પ્રાથમિક શાળાના આચાર્ય પારૂલબેન પટેલ અને સ્ટાફે સહયોગ આપ્યો હતો. પ્રોગ્રામ ઓફિસર ડૉ. રામભાઈ મેઘવાળે કેમ્પનું સફળ આયોજન કર્યું હતુ.