ગુજરાતમાં પણ રૂ.450માં ગેસ સિલિન્ડરની માંગ સાથે આમ આદમી પાર્ટીનું રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન

ભાજપ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર અને મહિલાઓને પ્રતિ મહિને રૂ.1,000 આપી રહી છે. બીજી બાજુ ગુજરાતમાં 28 વર્ષથી ભાજપની સરકાર છે પરંતુ ગુજરાતના લોકોને અને ખાસ કરીને ગુજરાતની મહિલાઓને ભાજપ સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો લાભ આપવામાં આવતો નથી.
આ મુદ્દા પર આમ આદમી પાર્ટી તારીખ 3 જાન્યુઆરી બુધવારના રોજ દરેક જિલ્લામાં આમ આદમી પાર્ટીના જિલ્લા મથક પર ભાજપની આ દોગલી નીતિઓ વિરુદ્ધ શાંતિપૂર્વક રીતે વિરોધ પ્રદર્શન કરશે. તમામ જિલ્લાઓમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે અને ગુજરાતની તમામ જનતાને રૂ.450 રૂપિયામાં ગેસ સિલિન્ડર અને દરેક મહિલાઓને 3000 રૂપિયાની સન્માન રાશિ આપવાની માંગ કરશે.
સાથે સાથે આમ આદમી પાર્ટી દ્વારા સરકારને એ પણ સવાલ પૂછવામાં આવશે કે ભાજપને ખોબલેને ખોબલે મત આપતી ગુજરાતની જનતાનો શું વાંક છે, શા માટે ગુજરાતના લોકોને લૂંટવામાં આવી રહ્યા છે?










