AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONESURATSURAT CITY / TALUKO

સૌથી પ્રદૂષિત શહેરોમાં અમદાવાદ-સુરત ટોચ પર

દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વિય એશિયાના શહેરોમાં વાયુ પ્રદૂષણથી થતાં રોગો અને મૃત્યુમાં અમદાવાદ પણ આગળ છે. WHO પ્રમાણે તારીખ 29મીના રોજ અમદાવાદમાં પ્રદૂષિત એવા પીએમ 2.5નું પ્રમાણ સામાન્ય કરતા 2.2 ગણું વધારે જોવા મળ્યું છે.  જો કે અમદાવાદમાં એલિસબ્રિજ, સરદાર પટેલ સ્ટેડિયમ જેવા વિસ્તારોમાં સ્ક્રિન મુકવામાં આવ્યા છે, છતાં પણ પોલ્યુશનને નિયંત્રિત કરવાના કોઈ પગલાં કારગર નીવડ્યા નથી.

આમ તો અમદાવાદના તમામ વિસ્તારો પ્રદૂષણથી પ્રભાવિત છે. ખાસ કરીને એસ.જી.હાઈવે, સી.જી રોડ, આશ્રમ રોડ, કોટ વિસ્તાર, પૂર્વ વિસ્તારમાં પ્રદૂષણ બમણાં લેવલે છે. સાંજે 4 વાગ્યા પછી પીએમ 2.5નું લેવલ ભયજનક સ્તરે વધે છે, જેની નોંધ આરોગ્ય સંસ્થાઓ લઈ રહી છે.

પશ્ચિમમમાં ટ્રાફિક અને પૂર્વમાં ફેક્ટરીઓના કારણે આ પ્રમાણ વધી રહ્યું છે. હાંસોલ, ચાંદખેડા, રાયખડમાં એરક્વોલિટી ઈન્ડેક્સ 120થી આગળ છે, જે સંવેદનશીલ શરીર ધરવાતા લોકો માટે નુકસાનકારક છે. પોલ્યૂશનને કારણે વધતા પીએમ 2.5ના કણો આખા શરીરને નુકસાન કરે છે. આ કારણે દક્ષિણ અને પૂર્વ એશિયામાં લાખો લોકો પ્રદૂષણને કારણે વહેલા મોતને ભેટે છે. એશિયાના 18 શહેરો વાયુ પ્રદૂષણની વધુ પડતી અસરો નીચે  આવી રહ્યા છે, જેમાં કરોડો લોકો ગંભી રીતે ભોગ બની રહ્યા છે. જે છેલ્લા દસ વર્ષ કરતાં ત્રણ ગણો વધારે છે.

બાંગ્લાદેશના ઢાકા અને ભારતના મુંબઈ-બેંગલોર સૌથી વધુ અસરકારક શહેરો છે. જ્યાં પીએમ 2.5ની અસર વિશેષ છે. છેલ્લા તેર વર્ષમાં દક્ષિણ એશિયાના શહેરોમાં પીએમ 2.5નું લેવલ ગંભીર રીતે વધી રહ્યું છે. ઓછી કિંમતના પોલ્યુશન સેન્સર્સ, એર પોલ્યુશનના નિયમોનું ઉલ્લંઘન અને વ્હીકલની વધુ સંખ્યાથી ઓસમસ્યા વધુને વધુ ગંભીર થઈ રહી છે.

યુરોપિયન બેઝ સ્પેસ એજન્સી દ્વારા પ્રદૂષિત હવાના ભયજનક સ્તરમાં દક્ષિણ એશિયાના 18 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ, બેંગલોર, ચેન્નાઈ, ચિતાગોંગ, ઢાકા, હૈદરાબાદ, કરાચી, કોલકાતા, મુંબઈ, પૂણે અને સુરતનો સમાવેશ થાય છે. આ તમામ શહેરોમાં નાઈટ્રોજન ઓક્સાઈડ પીએમ 2.5 સાઈઝના પાર્ટિકલ થકી નાગરિકોના ફેફસાંને નુકસાન કરી રહ્યો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button