સુરતમાં આવાસના ધાબા પર સૂતેલી માસૂમ બાળકી સાથે હવસખોરે આચર્યુ દુષ્કર્મ

સુરતમાં માસૂમો સાથેના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં બિલ્ડીંગના ધાબા પર સૂતેલી 7 વર્ષની માસૂમ બાળકી સાથે બિલ્ડીંગમાં રહેતા હવસખોરે બદકામ આચર્યુ હતું. બાળકીએ સમગ્ર હકીકત પરિવારને કહી હતી. જેથી પરિવારે હવસખોર યુવક સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો હેઠળ દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં રહેતા આશિષ કનોજીયા નામના યુવકે ઘર પાસે જ રહેતી માસૂમ બાળકી પર દાનત બગાડી હતી. બાળકી આવાસની છત પર સૂતી હતી. તે દરમિયાન આશિષ કનોજીયા તેની પાસે પહોંચી ગયો હતો. બાળકીને ઉઠાડી તેના પ્રાઈવેટ પાર્ટ સાથે શારીરિક અપલાં કરવા લાગ્યો હતો. ઉપરાંત આશિષ કનોજીયા બાળકીના પ્રાઈવેટ પાર્ટમાં આંગળી પણ નાખી હતી.
આ સાથે આશિષ પોતાના કપડા ઉતારી માસૂમ બાળકી સાથે બીભત્સ હરકત કરવા લાગ્યો હતો. જેથી આખરે બાળકી ડરી ગઈ હતી. ત્યાંથી નીચે આવી ગઈ હતી. બાદમાં પરિવારજનોને સઘળી હકીકત કહી હતી. આથી પરિવારજનોએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આશિષ કનોજીયા સામે પોક્સો હેઠળ બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.