AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિના એક નિર્ણયથી લાખો રૂપિયા ફી ભરેલા વિદ્યાર્થીઓ રખડતા થયા

ગુજરાત યુનિવર્સિટીમાં હવે નવો વિવાદ સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિના એક નિર્ણયથી લાખો રૂપિયા ફી ભરેલા વિદ્યાર્થીઓ રખડતા થયા છે. પૂર્વ કુલપતિએ 45થી વધુ હાયર પેમેન્ટ કોર્સ માટે એક ખાનગી એજેન્સીને કામ સોંપ્યું હતું, જો કે નવા કુલપતિ આવ્યાં બાદ તેમણે આ ખાનગી એજેન્સીને હટાવી તમામ કોર્સનું સંચાલન યુનિવર્સિટી હસ્તક લઈ લીધું હતું.

યુનિવર્સિટીએ આ વિવિધ કોર્સમાં જૂની ફેકલ્ટીને કાઢી નવી ફેકલ્ટીની નિમણૂંક કરી છે એવું કહેવામાં આવી રહ્યું છે, પણ આ મામલે લાખો રૂપિયા ફી ભરીને વિવિધ કોર્સમાં પ્રવેશ મેળવેલા  વિદ્યાર્થીઓ અલગ જ વાસ્તવિકતા બતાવી રહ્યા છે જે આ મુજબ છે :

1)પૂરતા પ્રમાણમાં ફેકલ્ટીની નિમણૂંક કરવામાં નથી આવી

2)જે  ફેકલ્ટીની નિમણૂંક કરવામાં આવી છે તે લાયકાત વગરની છે

3)જે ફેકલ્ટીની નિમણૂંક થઇ છે એ પણ સમયસર ભણાવવા આવતા નથી

4)હજી તમામ કોર્સ અને સેમેસ્ટરમાં ફેકલ્ટીની નિમણૂંક થઇ નથી

આ વિવિધ કોર્સના વિદ્યાર્થીઓ કહી રહ્યાં છે કે પહેલા જયારે ખાનગી એજેન્સી કોર્સ ચલાવતી હતી તેને દૂર કરી યુનિવર્સિટીએ પોતાના હસ્તક સંચાલન લેતા  વિદ્યાર્થીઓને રાહત થશે એવું લાગતું હતું. પણ આનાથી ઉલ્ટી સ્થિતિ થઈ અને મુશ્કેલીઓ ઘટવાને બદલે વધી ગઈ. આ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રાર પાસે પહોચ્યાં હતા અને તેમના વર્ગો નિયમિત રીતે ચાલે તેવી માંગ કરી હતી.

એનિમેશન ડિપાર્ટમેન્ટમાં અપૂરતી ફેકટી, નિયમિત વર્ગો ન લેવાતા હોવાના મુદ્દે વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો અને કોર્સ કો.ઓર્ડિનેટરનો ઘેરાવ કર્યો હતો. એનિમેશન ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસરોની ભરતી કર્યા બાદ પણ હજી પૂરતા પ્રમાણમાં અધ્યાપકો નથી. વિદ્યાર્થીઓના કોલેજનો સમયગાળો ચાર-પાંચ કલાકનો હોવા છતાં અત્યારે બે-ત્રણ કલાકમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવીને છોડી દેવામાં આવે છે.

ડેટા સાયન્સના સેમ-6ના વિદ્યાર્થીઓએ કહ્યું કે તેમની પાસેથી એક સેમેસ્ટરના 50,000 પ્રમાણે આખા વર્ષના એક લાખ રૂપિયા ફી લેવામાં આવી છે. 7 ડિસેમ્બરે  પાંચમાં સેમેસ્ટરની  પરીક્ષા પુરી થયા બાદ ત્રણથી ચાર વાર છઠ્ઠા સેમેસ્ટરનો અભ્યાસક્રમ શરૂ થવાની તારીખો લંબાવાઈ. આખરે 29 જાન્યુઆરીએ બધા વિદ્યાર્થીઓને બોલાવાયા અને વિદ્યાર્થીઓનું વોટ્સએપ ગ્રુપ બનાવી વિદ્યાર્થીઓને 10 મિનિટમાં છોડી મુક્યા. આ વિદ્યાર્થીઓએ કહ્યું કે ભણાવવાવાળું તો ઠીક, પણ આમને સાંભળવાવાળું પણ કોઈ ન મળ્યું.

[wptube id="1252022"]
Back to top button