AHAVADANG

સાપુતારાનાં સર્પગંગા તળાવમાં કાર ખાબકી જ્યારે બીજી કાર ઉભી ટ્રકમાં ભટકાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે સ્વિફ્ટ મારૂતિ કાર રેલિંગ તોડી સર્પગંગા તળાવમાં ખાબકી.જ્યારે બીજા બનાવમાં સાપુતારા ઘાટમાર્ગમાં ઉભી ટ્રક પાછળ કાર ભટકાતા ડબલ અકસ્માત સર્જાયા…..પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં કોલ્હાપુર તરફથી બરોડા તરફ જઈ રહેલ સ્વિફ્ટ મારૂતિ કાર.ન.એમ.એચ.૧૦.ડી.સી.૧૪૯૭ જેનાં ચાલકે ગિરિમથક સાપુતારાનાં સર્પગંગા તળાવ નજીક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા આ સ્વિફ્ટ મારૂતિ કાર બેકાબુ બની રેલિંગ તોડી સર્પગંગા તળાવનાં પાણીમાં ખાબકતા ઘટના સ્થળે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.અહી જે સ્થળે કાર ખાબકી હતી તે સ્થળે પાણી નહિવત હોવાનાં પગલે કારમાં સવાર ચાલક સહિત એક મુસાફરનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે.આ બનાવમાં સ્વિફ્ટ મારૂતિ કારને જંગી નુકસાન થયુ હતુ.જયારે બીજા બનાવમાં સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં તકનીકી કારણોસર ખરાબ થઈ ઉભેલી ટ્રકમાં પાછળથી કાર ભટકાતા સ્થળ પર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં કારને નુકસાન થયુ હતુ…

[wptube id="1252022"]
Back to top button