AHAVADANGGUJARAT

આહવા સિવિલ હોસ્પિટલમાં અસુવિધાને લઈ આરોગ્યમંત્રીને સંબોધીને કલેકટરને આવેદનપત્ર આપ્યું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં આહવા સિવિલ હોસ્પિટલમાં સુવિધાના અભાવોને લઈને રાજ્યનાં આરોગ્ય મંત્રીને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ…  ડાંગ જિલ્લાનાં આહવા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારી અને સુવિધાનાં અભાવને કારણે દર્દીઓએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.ત્યારે સિવિલ હોસ્પિટલનાં અનેક મુદ્દાઓને લઈને યુનિટી સમાજવાદી ક્રાંતિવીરો લેખિતમાં આવેદનપત્ર આપ્યુ હતુ.આહવા સિવિલ હોસ્પિટલ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં જોવા મળી રહી છે.તેમજ આહવા હોસ્પિટલમાં તંત્રની બેદરકારીના કારણે દર્દીને પોતાની જાન ગુમાવવાનો વારો પણ આવ્યો છે.આહવા ખાતે કરોડો રૂપિયાના ખર્ચે સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવી છે.પરંતુ સુવિધાઓનાં અભાવને કારણે દર્દીઓએ હાલાકી ભોગવવી પડી રહી છે.ભારતીય બંધારણ કલમ આધારે અનુચ્છેદ 47 ભાગ નં.4 જેમાં સ્પષ્ટપણે લખવામાં આવેલ છે કે,આરોગ્યના સુધારા માટે સરકારએ કડક પગલા લાવીને પોતાની ફરજ પાડવા જરૂરી છે.હોસ્પિટલમાં પાર્કિંગ સિડ્યુલ નથી, પૂર્ણ ડોક્ટરો નથી,સારી રીતે સાફસફાઇ નથી, હોસ્પિટલમાં દર્દીઓ માટે સારી ખાદાખોરાકની વ્યવસ્થા નથી,સમયસર ડોક્ટરો હાજર રહેતા નથી જેના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનો હેરાન પરેશાન થાય છે.ત્યારે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે સીટી સ્કેન, M.R. I.,ચામડીના ડોક્ટર,કુતરા કરડે તેના માટે ઇજેક્શનની વ્યવસ્થા,M.D.ડોકટર,ફિજીશન ડોક્ટર,હાડકાનો ડોકટર,PCV બ્લડ,R.D.O. લોજી વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવે તે માટે યુનિટી સમાજવાદી ક્રાંતિવીરો દ્વારા ગુજરાત આરોગ્ય મંત્રીને સંબોધીને કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી..

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button