
મધ્યપ્રદેશના શ્યોપુરના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તનું મોત થયું છે. નામીબિયાથી લાવવામાં આવેલ ચિત્તા તબલીશીનું મોત થયું છે. બે દિવસથી તેનું લોકેશન ઉપલબ્ધ ન હતું. હવે તેનો મૃતદેહ મળી આવ્યો છે.
માદા ચિત્તા તબલીશીને દક્ષિણ આફ્રિકાના નામિબિયાથી ભારત લાવવામાં આવી હતી. અહીં આવ્યા બાદ માદા ચિતા તબલીશી છેલ્લા કેટલાક દિવસોથી દેખાતી ન હતી, હવે તેનો મૃતદેહ મળી આવ્યો છે. કુનો નેશનલ પાર્કમાં એક પછી એક ચિત્તાઓના મોતથી બધાને આશ્ચર્ય થયું છે. અત્યાર સુધીમાં 6 ચિત્તા અને 3 બચ્ચા મૃત્યુ સહીત કુલ 9ના મોત થયા છે. તબલીશીનું મૃત્યુ કેવી રીતે થયું? તેના વિશે હજુ વધુ માહિતી મળી નથી.
કુનો નેશનલ પાર્કમાં કુલ 9 ચિત્તાના મોત બાદ હવે માત્ર 15 ચિત્તા બચ્યા છે. તેમાં એક બચ્ચાનો પણ સમાવેશ થાય છે. ઘણા લોકો માને છે કે કુનો પાર્કમાં ચિત્તાઓના સતત મૃત્યુ એ દેશમાં ચાલી રહેલા પ્રોજેક્ટ ચિતા માટે આંચકો છે. વાસ્તવમાં, પ્રોજેક્ટ ચિતા દ્વારા, દેશમાં લુપ્ત થઈ ગયેલા ચિત્તાઓને પુનઃસ્થાપિત કરવાની યોજના છે એટલું જ નહીં, સરકારે તેમની વસ્તી વધારવાની યોજના પણ બનાવી છે. આ પ્રોજેક્ટ હેઠળ આ ચિત્તાઓને નામિબિયાથી ભારતમાં લાવવામાં આવ્યા હતા અને કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા.










