
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*રકતપિત્ત આધુનિક સારવાર એમડીટીથી સંપૂર્ણ મટી શકે છે*
રાષ્ટ્રીય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત રકતપિત્ત જાગૃતિ અભિયાન નવસારી જિલ્લામાં તા.૦૧/૦૧/૨૦૨૪ થી તા.૧૯/૦૧/૨૦૨૪ દરમિયાન ખાસ ઝુંબેશરૂપે થનાર છે.
રકત્તપિત્ત રોગ ના ચિન્હો– લક્ષણો જેવા કે, શરીર પર આછા, ઝાંખા, રતાશ પડતા બહેરાશવાળા ડાઘા, જ્ઞાનતંતુઓ જાડા થાય તેમજ તેમાં દુખાવો પણ થઇ શકે છે. રકતપિત્ત જીવાણુઓથી થતો રોગ છે અને આધુનિક સારવાર એમડીટીથી સંપૂર્ણ મટી શકે છે. વહેલુ નિદાન, નિયમિત,સમયસરની પુરતા સમયની સારવારથી રકતપિત્ત સંપૂર્ણ મટી શકે છે અને વિકૃતિ અટકાવી શકાય છે.
ઉપરોક્ત્ત ચિન્હો-લક્ષણો જણાય તો આપના ઘરે આવનાર આરોગ્ય કર્મચારી( સ્ત્રી/પુરૂષ)પાસે અવશ્ય ચામડીની તપાસ કરાવો. *રકતપિત્તનું નિદાન તથા સારવાર દરેક સરકારી દવાખાના/પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દરરોજ વિનામુલ્યે કરવામાં આવે છે. આ અંગે વધુ જાણકારી માટે જિલ્લા રક્તપિત્ત કચેરી, સી બ્લોક, ત્રીજો માળ, જૂના સેવા સદન, કોર્ટ ની સામે, જૂના થાણા, નવસારીનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.