
14 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ, પાલનપુર સંચાલિત, એન.પી.પટેલ આર્ટસ અને એસ.એ.પટેલ કોમર્સ કોલેજનાં કુલ 25 વિદ્યાર્થીઓએ પાટણ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી મુકામે તા. 11-12-13 ઓક્ટોમ્બર, 2023 દરમિયાન યોજાયેલ 34માં યુવક મહોત્સવમાં હળવું કંઠય સંગીત, સમૂહ નૃત્ય, સ્કિટ, માઇમ, કવીઝ, સ્પોટ ફોટોગ્રાફી વગેરે સ્પર્ધાઓમાં ઉત્સાહથી ભાગ લઈ કોલેજનું નેતૃત્વ કર્યું હતું. આ સ્પર્ધાઓમાં સમૂહ નૃત્યમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ ચૌધરી કલ્પેશ, ચૌધરી વિનોદ, ચૌધરી કિરણ, ચૌધરી રીંકુ, રાઠોડ પરષોત્તમ, ગલચર વિજેશ, પટણી આલોક, ચૌધરી પૂજા, ચૌધરી ભાવેશ અને ચૌધરી ધર્મેન્દ્રએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરાવ્યો છે. જ્યારે માઇમ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓ ચૌધરી અંકિતા, ચૌધરી રોશની, ચૌધરી મિતલ, ચૌધરી એકતા, ચૌધરી રીંકુ અને ચૌધરી રમીલાએ કોલેજને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરાવ્યો છે. આ યુવક મહોત્સવમાં વિદ્યાર્થીઓનાં માર્ગદર્શન તરીકે સાંસ્કૃતિક કાર્યક્રમનાં કન્વીનર પ્રો. કાર્તિક મકવાણા તથા ડૉ.હિરલ ડાલવાણિયા તથા પ્રા. ભાવિક ગોસ્વામીએ સફળતાપૂર્વક કામ કર્યું હતું. કોલેજની સફળતા પાછળ કોલેજના આચાર્ય ડૉ. મનીષાબેન પટેલ સતત પ્રેરણાદાયી બન્યા હતા.





