
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ:આજે થનારા મતદાન બાદ વલસાડ-ડાંગ લોકસભાના ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલને ડાંગ વિધાનસભામાં ભવ્ય પ્રતિસાદ-જંગી બહુમતી થી જીત માટે ડાંગના મતદારોનો દ્રઢ સંકલ્પ ” હોવાનો પ્રભારી રાજેશ દેસાઈ નો વિશ્વાસ

ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વલસાડ-ડાંગ લોકસભાના ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલના પ્રચાર-પ્રસાર-પ્રવાસ અને સંપર્ક અન્વયે ડાંગ જિલ્લા ભાજપના સંગઠન પ્રભારીશ્રી રાજેશભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ સંગઠન પ્રમુખશ્રી કિશોરભાઈ ગાવિત તથા સંગઠન અને ચૂંટાયેલ પાંખ સાથે સતત સંકલન સાધીને ડાંગ જિલ્લાના કુલ- ૩૨૯ બુથમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરી ચુંટણી જીતવાનો પાયો તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ અને કાર્યક્રમોને સફળ બનાવવા બુથ સ્તર સુધી આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.જેમાં લાભાર્થી સંપર્ક, ઘર ઘર સંપર્ક, શક્તિકેન્દ્ર દીઠ બેઠકો તથા મોદી પરીવાર સભાઓ યોજી કાર્યકર્તાઓ તમામ મતદારો સુધી પહોંચે તેવું માઈક્રો પ્લાનિંગ કરયું છે. મોટી લીડ થી ગુજરાતની તમામ લોકસભા સીટ પર ભાજપની જીત પાક્કી છે ત્યારે પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલે આપેલા ૫ લાખની જંગી લીડના લક્ષ્યાંક સાથે દરેક સીટ જીતવાનો વિજય સંકલ્પ આપ્યો હોય, તેને પૂર્ણ કરવા ડાંગ ભાજપના સંગઠન પ્રભારીશ્રી રાજેશભાઈ દેસાઈ ઘણા દિવસોથી ડાંગમાં પડાવ નાંખી જિલ્લા સંગઠન, મોરચાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળી બુથ સમિતિ અને પેજ સમિતિ સુધીનું ઝીણવટ ભર્યું આયોજન તૈયાર કરી બુથ સમિતિની ખરાઈ, મતદાર યાદીની ખરાઈ, વધુમાં વધુ મતદાન થાય અને મતદાન દિન સુધીની તમામ વ્યવસ્થાઓનુ આગોતરુ આયોજન કર્યું હતું. માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીને સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવાના સંકલ્પ સાથે “અબ કી બાર, ૪૦૦ પાર” તથા “ ફિર એક બાર, મોદી સરકાર” ના સંકલ્પને સાર્થક કરવા લોકસભા વિસ્તારના ખૂણે ખૂણા સુધી ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવ્યો હતો.
હવે જ્યારે ચૂંટણીના પડઘમ શાંત પડયા છે ત્યારે ડાંગ ભાજપ દ્વારા મતદારોનો ઉત્સાહ અને મિજાજને ધ્યાને લઈ તેમજ ભાજપ પરિવારના સૌ આગેવાનો, ચૂંટાયેલ પ્રતિનિધિઓ તથા કાર્યકર્તાઓએ આવતી કાલના રોજ થનાર મતદાનમાં ભાજપના ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલને જંગી બહુમતી મળશે એવો દ્રઢ વિશ્વાસ વ્યકત કર્યો હતો.









