GUJARAT

પાકૃતિક કૃષિના ૮૦ જેટલા માસ્ટર ટ્રેનરની દેડિયાપાડા KVK ખાતે તાલીમ યોજાઈ

પાકૃતિક કૃષિના ૮૦ જેટલા માસ્ટર ટ્રેનરની દેડિયાપાડા KVK ખાતે તાલીમ યોજાઈ

તાહિર મેમણ – ડેડીયાપાડા – 14/6/2024 – નર્મદા જિલ્લામાં પાકૃતિક કૃષિને વધુ વેગવાન કરવા તેમજ વધુમાં વધુ ખેડૂતો પાકૃતિક ખેતી અપનાવે તેવા શુભ આશયથી આત્મા યોજનાની કચેરી દ્વારા વિવિધ સ્થળોએ પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમો યોજાઈ રહી છે.

રાજય સરકારના અભિગમ મુજબ નર્મદા જિલ્લામાં તમામ પંચાયતોને પાંચ પંચાયત દીઠ એક ક્લસ્ટર બનાવી દરેક ક્લસ્ટર દીઠ એક TMT (ટેકનિકલ માસ્ટર ટ્રેનર) અને એક FMT (ફાર્મર માસ્ટર ટ્રેનર)ની નિયુકત કરવામાં આવી રહી છે. આ માસ્ટર ટ્રેનરને કૃષિ યુનિવર્સીટી/KVK- ખાતે પાકૃતિક કૃષિના માસ્ટર ટ્રેનરની તાલીમ આપવાનું રાજ્યકક્ષાએથી સૂચન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે તાજેતરમાં જ દેડિયાપાડા KVK ખાતે ૮૦ જેટલા પાકૃતિક કૃષિના માસ્ટર ટ્રેનર માટે ખાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માસ્ટર ટ્રેનર આગામી ખરીફ સીઝન દરમિયાન પ્રત્યેક ગ્રામ પંચાયત દીઠ ચાર તાલીમ કાર્યક્રમો ગોઠવી મોટી સંખ્યામાં ખેડૂતોને તાલીમ આપવાના છે.

[wptube id="1252022"]
Back to top button