
જંબુસર તાલુકાના નોબાર ગામે તળાવ કિનારે આશરે 400 થી 500 વર્ષ જૂનું કુવારા મહાદેવજીનું મંદિર આવેલું છે શ્રાવણ માસમાં શિવ ભક્તો દ્વારા વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે
જંબુસર થી આશરે 10 કિલોમીટર દૂર તળાવ પાસે આશરે 400 થી 500 વર્ષ પુરાણું નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિરની વિશેષતા એ છે શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી છે પરંતુ પાર્વતી માતાજીની મૂર્તિ ની સ્થાપના કરાતી નથી તેથી કુવારા શિવજી તરીકે પણ આ મંદિર ઓળખાય છે
લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલા તપસ્વી બ્રહ્મચારી સાધુની સમાધિ આ જગ્યા ઉપર હતી ત્યારબાદ તેના ઉપર શિવ મંદિર ની સ્થાપના કરવામાં આવી તે વખતે માતાજીની મૂર્તિની સ્થાપના કરતી વખતે અનેક વિઘ્ન આવતા શિવ ભક્તો દ્વારા ચિઠ્ઠી નાખવામાં આવી હતી પાર્વતી મા માતાજીની મૂર્તિ ની સ્થાપના ન થઈ શકે તેમ જણાવ્યું હતું ત્યારબાદ માતાજીના સ્થાને ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપના કરવામાં આવી હતી કુંવારા મહાદેવ તરીકે પણ આ મંદિરની ઓળખાય છે
ઘરડા લોકોના જણાવ્યા પ્રમાણે વર્ષોથી પેઢી દર પેઢી આ બાબતની સ્થાનિકોને જાણ કરવા મા આવતી
શ્રાવણ માસમાં મંદિરમાં ફૂલોનો શણગાર કરવામાં આવે છે વિદ્વાન પંડિત દ્વારા શ્રાવણ માસની અંદર વિશેષ પૂજા અર્ચના રુદ્ર અભિષેક કરવામાં આવે છે ગામના લોકો દ્વારા પણ વહેલી સવારથી જ પૂજા અર્ચના તેમજ અભિષેક કરી આરતી પણ લાભ લે છે
પરંતુ મહિલાઓ મંદિરના ગર્ભ ગૃહ ની અંદર પ્રવેશી પૂજા અર્ચના કે અભિષેક કરવાની મનાઈ છે તે બહારથી જ દર્શન કે ભજન કીર્તન કરી શકે છે પવિત્ર શ્રાવણ મહિના દરમિયાન મહિલાઓ દ્વારા ભજન કીર્તન ની રમઝટ બોલાવે છે
આસી મંદિરમાં શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચન કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ