DAHODGUJARAT

દાહોદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ પર સુરત થી બિહાર પોતાના વતન જતા ચાલુ ટ્રેન પરથી યુવક પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા 

તા.૦૫.૦૪.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ પર સુરત થી બિહાર પોતાના વતન જતા ચાલુ ટ્રેન પરથી યુવક પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા

સુરતથી બિહાર જતો યુવક દાહોદના પ્લેટ ફોર્મ નંબર 3 પર પડી જતા ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખસેડાયો

રાજકીય રેલ્વે પોલીસ વિભાગ દ્વારા રેલ્વે મુસાફરી કરતા લોકોને સમજણ આપવા અનેકો કાર્યક્રમો કરી લોકોમાં જાગૃતા લાવવાના પ્રયાસો હાથ ધરાય છે તેમ છતા મુસાફરો દરવાજા પર બેસવા દરવાજા પર ઉભા રહિ રિલ બનાવી જેવી સ્ટન્ટ કરી પોતાનું જીવ જોખમમાં નાખતા હોય છે તેવીજ ઘટના આજરોજ તા ૦૫.૦૪.૨૦૨૪ શુક્રવાર ૧૦ કલ્લાકે દાહોદમાં બની છે ઘટના જેમાં સુરત સૂરજદાસગંજ હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં બેસી એક યુવક સુરતથી તેના વતન બિહાર જઈ રહ્યો હતો જાણવા મળ્યા અનુસાર તે યુવક ટ્રેનના દરવાજા પાસે ઉભો હતો ત્યારે ટ્રેન દાહોદના રેલ્વે પ્લેટ ફોર્મ નજીકથી પસાર થઈ રહી થી ત્યારે યુવકને ઝોકું આવતા યુવક ચાલુ ટ્રેને રેલ્વે ટ્રેક પર પડતા યુવકને શરીરે હાથ પગે માથા પર નાની મોટી ઈજાઓ પહોંચી હતી યુવક દાહોદના પ્લેટ ફોર્મ નં.૦૩ નજીક ચાલુ ટ્રને પડી જવાની જાણ દાહોદ રેલ્વે પોલીસ વિભાગને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ ઈજાગ્રસ્ત યુવકને 108 મારફતે સારવાર માટે દાહોદના ઝાયડસં હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવાં મળેલ છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button