દેવગઢ બારીયા તાલુકાના એક ગામમાંથી પીડિત મહીલાનો પ્રેમ સબંધ હોય તે યુવક બીજી છોકરી જોડે લગ્ન કરતા મહિલાએ લીમખેડા અભયમની મદદે લીધી

તા.૨૪.૦૪.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Devgadhbariya: દેવગઢ બારીયા તાલુકાના એક ગામમાંથી પીડિત મહીલાએ 181 મહિલા હેલ્પ લાઇન પર ફોન કરીને જણાવેલ કે તેઓને પ્રેમ સબંધ હોય તે યુવકના આજરોજ લગ્ન થાય છે જેથી મદદની જરૂર છે તેમ જણાવતાં 181 અભયમ મહિલા હેલ્પ લાઇન લીમખેડા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયેલ અને વાતચીત કરી અસરકારક કાઉન્સિલિંગ દરમિયાન જણાવેલ કે તેઓને તે વ્યક્તિ જોડે છ વર્ષથી પ્રેમ સબંધ હોય અને પીડિત મહિલા જોડે પત્ની તરીકેના શારીરિક સબંધ પણ રાખેલ તેમ છતાં આજરોજ તે વ્યક્તિ પીડિતાને તરછોડીને અન્ય યુવતી જોડે લગ્ન કરે છે ગણેશ સ્થાપના થઇ ગયેલ છે અને હાલ જાન જવાની તૈયારી છે 181 ટીમ દ્વારા આ પીડિત મહિલાને લઈને તે યુવકના ઘરે પહોંચી ગયેલ ત્યાં ગણેશ સ્થાપના થઇ ગયેલ અને જાન જવાની તૈયારી ચાલતી હતી તે યુવકને પૂછપરછ કરી કાયદાકીય માર્ગદર્શન આપેલ તેમ છતાં તેઓએ પોતાની એક ભૂલ સ્વીકારેલ નથી જેથી ન્યાય માટે પીડિતાને પોલીસ સ્ટેશન વિશે માહિતી આપેલ અને પોલીસ વાન પણ બોલાવી પીડિતાને ન્યાય અપાવવા સાગટાલા પોલીસ સ્ટેશન અરજી અપાવેલ છે.