

આદિજાતિ વિસ્તાર પેટા યોજના ન્યુ ગુજરાત પેટર્ન નું આયોજન તેમજ ફાળવેલ જોગવાઈના અમલીકરણ બાબતે આજરોજ કરજણ તાલુકા વિકાસ અધિકારીને મૂળનિવાસી એકતા મંચ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
અને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ છેલ્લા બે ત્રણ વર્ષ થી કરજણ તાલુકા માં ગ્રાન્ટ ફાળવાતી નથી. કરજણ તાલુકા અને જિલ્લા પંચાયત ની નિષ્ફળ વહીવટી પ્રક્રિયા નો ભોગ કરજણ તાલુકાના આદિવાસી સમાજ બની રહ્યો છે એવો
એડવોકેટ મિનેશ પરમાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમજ સરકાર શ્રી ના આદિજાતિ વિકાસ વિભાગ ના ઠરાવો પરિપત્રો નો સરેઆમ નજઅંદાજ કરવામાં આવે છે.આમ કહ્યું હતું.
સત્વરે ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવે એ બાબતે મૂળનિવાસી એકતા મંચ ના અધ્યક્ષ એડવોકેટ મિનેષ પરમારે તાલુકા વિકાસ અધિકારી ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
ફૈઝ ખત્રી..શિનોર
[wptube id="1252022"]









