AHAVADANGGUJARAT

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ‘વુમન એચિવમેન્ટ એવોર્ડ’માં ડાંગ જિલ્લાનાં નડદખાદી ગામની મહિલાનુ કરાયું સન્માન.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*નદગખાદી ગામના કલ્પના ગાયકવાડ મિલેટ ધાન્યોમાંથી વિવિધ નાસ્તાઓનું કરે છે ઉત્પાદન*

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પહેલ “વોકલ ફોર લોકલ” થી અનેક લોકો માટે રોજગારીના નવા રસ્તાઓ ખુલવા પામ્યા છે.

મહિલા સ્વાવલંબનમાં વિશિષ્ટ સિધ્ધિઓને ઓળખીને ‘ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ-ગાંધીનગર’ દ્વારા તાજેતરમાં ઓયોજિત ‘વુમન એચિવમેન્ટ એવોર્ડ’માં શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઇ ડીંડોર તેમજ શ્રી પ્રફુલભાઇ પાનસેરીયાના અધ્યક્ષ સ્થાને, દક્ષિણ ગુજરાતની મહિલાઓને સન્માનિત કરવામા આવી હતી.

જેમાં ડાંગ જિલ્લાના નડગખાદી ગામના ઉદ્યમી મહિલા શ્રીમતી કલ્પનાબેન ગાયકવાડને પણ સન્માનિત કરવામા આવ્યા હતા. શ્રીમતી કલ્પનાબેન નાગલી, જુવાર, બાજરો જેવા મિલેટ ધાન્યોમાંથી વિવિધ નાસ્તાઓનું ઉત્પાદન કરે છે. તેમજ ૧૦૦ જેટલી મહિલાઓને આ કાર્યમા જોડીને સખી મંડળની રચના કરી રોજગારી પણ પુરી પાડે છે.

અંતરીયાળ વિસ્તારના ગામડાઓમાં સ્વાવલંબન અને મહિલા સશક્તિકરણના કાર્યો, અને શ્રીઅન્નનુ ઉત્પાદનું, વેલ્યુ એડિશન, વેચાણ જેવા કાર્યો માટે તેમનું તાજેતરમાં જ સન્માન કરાયું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button