GUJARATMEHSANAVIJAPUR

ઉત્કૃષ્ટ સંશોધન કેન્દ્ર વિજાપુર ખાતે પ્રાકૃતિક ખેતી અભિયાન માટેની બે દિવસીય તાલીમ યોજાઈ

ઉત્કૃષ્ટ સંશોધન કેન્દ્ર વિજાપુર ખાતે પ્રાકૃતિક ખેતી અભિયાન માટેની બે દિવસીય તાલીમ યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ઉત્કૃષ્ટ સંશોધન કેન્દ્ર વિજાપુર ખાતે પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા મહેસાણા જિલ્લાના ટેકનીકલ માસ્ટર ટ્રેનર્સ તથા ફાર્મર માસ્ટર ટ્રેનર્સ ની બે દિવસીય તાલીમ રાખેલ હતી. જેમાં મુખ્ય અતિથિ ડોક્ટર આર .એમ ચૌહાણ વાઇસ ચાન્સેલર શ્રી કૃષિ યુનિવર્સિટી એસ.ટી.એ.યુ ડેપ્યુટી એ. જી. પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામક ડોક્ટર સી. કે .પટેલ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી કેવીકે વૈજ્ઞાનિક પટેલ જિલ્લા તેમજ તાલુકાના સંયોજકો વગેરે હાજર રહી પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમ જ આજ રોજ તાલીમના ભાગરૂપે ક્ષેત્રીય મુલાકાત દરમિયાન ખણુંસાના પ્રગતિશીલ ખેડૂત મનોજભાઈ પટેલ ના મોડલ ફાર્મ દેવનંદન ફાર્મ ની મુલાકાત લીધી હતી .જેમાં લાઈવ ડેમો- પ્રત્યક્ષ નિદર્શન દ્વારા જીવામૃત ઘન જીવામૃત તથા નિમાસ્ત્ર કેમનું બનાવવામાં આવે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ મુલાકાતમાં ઉત્તર ગુજરાત ઝોનના વડા કે .એસ .પટેલ તથા પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા લક્ષ્મણભાઈ પટેલ દ્વારા તાલીમ અંગે ખૂબ જ રસપૂર્વક માહિતી આપવામાં આવી હતી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત વિસ્તરણ કાર્યકરો માટેના તાલીમ કાર્યક્રમમાં સૌ આત્માના અધિકારીઓ પણ રસ પૂર્વક સહભાગી બન્યા હતા. તેમજ મહેસાણા જિલ્લાના આત્માના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા એમ વિજાપુરના આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર પન્નાબેન ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે આ તાલીમમાં મોટી સંખ્યામાં સૌ હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button