પ્રોફેસરની પત્નીને તેના નિર્વસ્ત્ર ફોટો અને કોલ રેકોર્ડીંગ વાયરલ કરવાની ધમકી આપી અવાર-નવાર દુષ્કર્મ

રાજકોટ, : રાજકોટમાં રહેતી પ્રોફેસરની પત્નીને તેના નિર્વસ્ત્ર ફોટો અને કોલ રેકોર્ડીંગ વાયરલ કરવાની ધમકી આપી આરોપી અરૂણ રમેશ જોશીએ અવાર-નવાર દુષ્કર્મ ગુજાર્યાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે આરોપીને સકંજામાં લઈ તપાસ આગળ ધપાવી છે.
ભોગ બનનાર મહિલાએ પોલીસને જણાવ્યું કે તેને સંતાનમાં એક પુત્ર છે. પતિ શિક્ષક તરીકે નોકરી કરે છે. 2003 માં તેણે લવમેરેજ કર્યા હતા. દસેક વર્ષ પહેલા જયાં રહેતી હતી તે કવાર્ટરમાં પાડોશી મારફત તેનો આરોપી અરૂણ સાથે પરીચય થયો હતો. એક દિવસ અરૂણે મહિલાના મોબાઈલમાંથી તેને કોલ કરી વાતચીત કરી હતી. આ રીતે બાદમાં ત્રણથી ચાર વખત વાતચીત કરી હતી. આખરે મહિલાને તેનો નંબર અરૂણને આપ્યો હતો. જેથી બંને અવાર-નવાર વાતચીત કરતા હતા.
આ દરમ્યાન અરૂણે તેને ફોસલાવીને ફ્રેન્ડશીપ કરી હતી. એક વખત ડો.યાજ્ઞિાક રોડ પર આવેલા મોબાઈલના શોરૂમ કે જયાં અરૂણ નોકરી કરતો હતો ત્યાં મળવા બોલાવી હતી. જયાંમહિલા સાથે મળવા ગઈ હતી. બીજીવાર પણ મહિલા સાથે મળવા ગઈ હતી. એક દિવસ અરૂણે તેની પાસેથી તેના નિર્વસ્ત્ર ફોટા માંગ્યા હતા જે માંગ તેણે નહી સ્વીકારતા ફોનમાં વાતચીતનું જે રેકોર્ડીંગ છે તે પતિને સંભાળવવાની ધમકી આપી હતી.
જેનાથી ડરી જતા પોતાના નિર્વસ્ત્ર ફોટા મોકલ્યા હતા. ત્યારબાદ અરૂણે મળવા બોલાવી તેના પુત્ર અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી ઉપરાંત પોતાના ફોનમાં તેના ફોટા અને રેકોર્ડીંગ વાયરલ કરવાની ધમકી આપી ડરાવી હતી.
એટલુ જ નહી તે જયાં રહેતી હતી તે કવાર્ટરમાં તેના પતિની ગેરહાજરીમાં આવી દુષ્કર્મ ગુજાર્યું હતું. તે વખતે તેના નિર્વસ્ત્ર ફોટા પતિને દેખાડવાની અને વાયરલ કરવાની ધમકી આપતા પોતે ચુપ થઈ ગઈ હતી. બાદમાં તેની સાથે પરાણે વાતચીત ચાલુ રાખી હતી.
બીજે રહેવા જતા ત્યાં પણ પતિની ગેરહાજરીમાં આવી દુષ્કર્મ ગુજારતો હતો. આ રીતે પંદેરેક વખત તેનું શારીરીક શોષણ કર્યું હતું. એક વખત પોતાના ઘરે બોલાવી પરીવારના સભ્યોની ગેરહાજરીમાં શરીર સંબંધ બાંધ્યો હતો. એટલુ જ નહી તેના મિત્રો સાથે પણ શરીર સંબંધ બાંધવા દબાણ શરૂ કર્યું હતું. પરંતુ તેણે સાફ ઈન્કાર કરી દીધો હતો.
છએક દીવસ પહેલા પતિએ તેના ફોનમાં અરૂણ સાથેની વોટસએપ ચેટ જોઈ લેતા જાણ થઈ હતી. પતિએ આ બાબતે પુછતા તેણે હકીકતો જણાવી હતી. જે સાંભળ્યા બાદ પતિએ તેને સાથ આપી સમજાવટ કરવાની સાથોસાથ હિંમત પણ આપી હતી. જેને કારણે તેણે આખરે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પી.એસ.આઈ. જે.જી. જાડેજાએ આરોપી અરૂણ (ઉ.વ. 28, રહે. અક્ષરનગર શેરી નં.1, ગાંધીગ્રામ)ની ધરપકડ કરી હતી. આરોપી વોટર સપ્લાયર તરીકે કામ કરે છે. અને તેની પાસે પાણીનું ટેન્કર પણ છે તેમ પોલીસ જણાવ્યું હતું.