GUJARAT
સુત્રાપાડા ના ગોરખમઢી માં સરસ્વતી વિદ્યા મંદિર હાઇસ્કુલ ખાતે વૃક્ષારોપણ અને વિતરણ નો કાર્યક્રમ યોજાઈ ગયો

વાત્સલ્યમ સમાચાર
દાનસિંગવાજા સુત્રાપાડા
સુત્રાપાડા તાલુકાના ગોરખમઢીમાં આવેલ સરસ્વતી વિદ્યા મંદિર હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાના 74 માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ફોરેસ્ટ ઓફિસર્સ તેમજ ગામ લોકો બહોળીસંખ્યામાં જોડાયા હતા, આ કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ તેમજ વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ઓક્સિજન રથ ને પણ લીલી ઝડી અપાઇ હતી. આ તકે ફોરેસ્ટ ઓફિસર રસીલાબેન વાઢેરે કહ્યું હતું કે લોકોએ વધુમાં વધુ વૃક્ષ વાવવા જોઈએ અને તેનું જતન પણ કરવું જોઈએ. વિવિધ જાતના વૃક્ષના રોપાનું પણ વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં મામલતદાર સુત્રાપાડા સુત્રાપાડા કરગઠિયા સાહેબ તેમજ શાળાના ટ્રસ્ટી અને અન્ય નામની અનામી લોકો હાજર રહ્યા હતા. વૃક્ષો વાવી અને પ્રકૃતિને પ્રદૂષિત થતી અટકાવવી એ આપણી ફરજ છે એ સૂત્રને સાર્થક કર્યું હતું

[wptube id="1252022"]









