
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લામાં આવેલ સંબંધિતમત વિસ્તારમાં આચારસંહિતાના ચુસ્ત અમલ માટે ચૂંટણી તંત્ર અને એમસીસી ટીમ દ્વારા સંબધિત વિધાન સભાક્ષેત્રમાંથી પ્રચારસામગ્રી દુર કરવામાં આવી રહી છે. જે અંતર્ગત નવસારી જિલ્લામાં આજ દિન સુધી જાહેર અને ખાનગી મિલકતો પરથી ૮૬૯ વોલ પેઇન્ટિંગ, ૭૭૦ પોસ્ટર, ૪૪૯ બેનર અને અન્ય ૮૩૪ એમ કુલ ૨૯૧૨ પ્રચારાત્મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે.
આમ, નવસારી જિલ્લામાં આજ દિન સુધી સંબંધિત મતવિસ્તાર માંથી તંત્ર દ્વારા જાહેર અને ખાનગી મિલકતો પરથી કુલ ૨૯૧૨ જેટલા હોડિંગ્સો, પોસ્ટરો,બેનરો,અન્ય સામગ્રી તેમજ દિવાલ પર દોરેલા ચિત્રોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
[wptube id="1252022"]









