
રિપોર્ટર…
અમીન કોઠારી :- મહીસાગર
સંતરામપુર નગર તેમજ આજુબાજુના વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર સવારી

મહીસાગર જિલ્લાના સંતરામપુર નગર તેમજ આજુબાજુના વિસ્તારમાં
સવારના 9:30 થી શરૂ કરીને એક કલાક સુધી મેઘરાજા મન મૂકીને વરસ્યા….

વાત કરવામાં આવે મહીસાગર જિલ્લાના સંતરામપુર ની તો, સવારથી જ વાદળછાયું વાતાવરણ ગરમી બફારા અને લઈને એકાએક વહેલી સવારે સંતરામપુરમાં મેઘરાજા મન મૂકીને વરસતા ચારો તરફ પાણી જ પાણી જોવા મળતું હતું , સતત એક કલાક પૂરજોશમાં વરસી રહેલા વરસાદને પગલે, સંતરામપુરના જાહેર માર્ગો અને સોસાયટી વિસ્તારના અંદર પાણી ભરાયા.

સંતરામપુર તેમજ આજુબાજુમાં વરસી રહેલા વરસાદને પગલે
ધરતી પુત્રોમાં ખુશાલીની સાથે ચોમાસામાં તૈયાર થયેલો પાક બગડી જવાની ભીતી સેવાય રહી છે….
હાલમાં બીજી વખત સંતરામપુરમાં માવઠાનો વરસાદ થતાં ખેડૂતોને શિયાળુ તેમજ ઉનાળુ સીઝન સારી થવાની આશા સાથે પાણીની આવકમાં વધારો થશે તો કુવા અને બોરમાં પાણી આવશે તેવી આશા રાખી રહ્યા છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે,
સંતરામપુરમાં જ્યારે પણ વાદળછાયું વાતાવરણ સર્જાય અથવા વરસાદ વરસે તો એમજીવીસીએલ ની ઘોર બેદરકારી સામે આવે છે
થોડાક અમથા વરસાદના છાંટા પડતા ની સાથે જ mgvcl નો પાવર કટ થઈ જાય છે
જ્યારે લોકો દ્વારા ફોન ઉપર રજૂઆત કરવા માં આવે થી કંટ્રોલ રૂમ ઉપર યોગ્ય ઉત્તર નહીં મળતો હોવાની લોક ચર્ચાઓએ જોર પકડ્યું છે….









