
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ડાંગ જિલ્લાનાં જામલાપાડા રંભાસ ગામે પત્નીનાં આડા સંબધનાં વહેમમાં પતિ સહીત સાસુ સસરાએ લાકડાનાં દંડા વડે હુમલો કરી ઇજાગ્રસ્ત બનાવતા પત્નીએ હુમલો કરનાર પતિ સહીત સાસુ સસરા વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો….
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં જામલાપાડા રંભાસ ગામે રહેતી શીલાબેનનાં લગ્ન પંદર વર્ષ પૂર્વે સમાજનાં રીતિ રિવાજ મુજબ કરશનભાઈ પવાર સાથે થયા હતા.તેઓનાં લગ્ન જીવન થકી બે સંતાનો પણ છે.ગતરોજ શિલાબેન પવાર જમી પરવારીને સુઈ ગઈ હતી.અને રાત્રીનાં 11 વાગ્યે કુદરતી હાજતે બહાર નીકળી હતી.ત્યારે તેઓનો પતિ અંધારામાં ઉભો હતો.જેથી પત્નીને ડર લાગેલ કે પતિ મને મારશે.જેથી પત્ની ભાગીને ઘર નજીકનાં વાડામાં સંતાઈ ગઈ હતી.ત્યારે પતિએ ફોન કરીને કહ્યુ કે ક્યાં સંતાઈ ગઇ છે.જેથી ડરનાં માર્યા પત્નીએ કહ્યુ કે હું વાડામાં જ સંતાઈ બેઠી છું.બાદમાં મારા પર ટોર્ચ પાડી દોડી આવી હાથમાં રહેલ લાકડાનાં દંડાથી માર મારેલ,વધુમાં સાસુએ પણ હાથથી અને લાતથી માર મારેલ અને પતિ સહિત સાસુ સસરાએ મને કહ્યુ હતુ કે તું ચીકાર ગામે કોઈની મોટરસાઇકલ પર બેસી લગ્નમાં ગયેલ હતી.અને તું બીજા જોડે આડા સંબધ રાખે છેનું જણાવી વધુ માર મારી ઇજાગ્રસ્ત બનાવી જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા.હાલમાં પીડીત પત્નીએ આહવા સિવિલ હોસ્પિટલનાં વોર્ડમાં સારવાર હેઠળ દાખલ થઈ પતિ કરશનભાઈ કિશનભાઈ પવાર,સસરા કિશનભાઈ મલજ્યા ભાઈ પવાર,સાસુ રમાબેન કિશનભાઈ પવાર સામે ગુનો નોંધાવતા વધઈ પોલીસની ટીમે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…