૭૭ માં સ્વતંત્રતા દિવસે કાલોલ તાલુકાના બોરુ માં ‘નેશન ફર્સ્ટ, ઓલવેઝ ફર્સ્ટ’ થીમ પર ઘર ઘર રાષ્ટ્રભક્તિનો રંગ વ્યાપ્યો.

તારીખ ૧૫ ઓગસ્ટ
સાજીદ વાઘેલા કાલોલ
આઝાદીના અમૃત મહોત્સવ અંતગર્ત ૭૭ માં સ્વાતંત્ર્ય દિન નિમીત્તે બોરુ ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ બોરુ પ્રાથમિક શાળામા સવારે ૮ કલાકે યોજવામાં આવ્યો. આ પ્રસંગે પ્રતિભાશાળી વિદ્યાર્થીની રાઠોડ પૂજાબેન મહેશભાઈ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું.સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરીને નારા લગાવી બહાદુર શહીદોને ઉપસ્થિત દેશ પ્રેમી જનતાનેએ નમન અર્પણ કર્યા હતા. દરેક ધર,ગલીઓ અને જાહેર સ્થળોએ ત્રિરંગો લહેરાવી હર ઘર તિરંગા સાથે ‘નેશન ફર્સ્ટ, ઓલવેઝ ફર્સ્ટ”ની થીમને સૌએ સાર્થક કરી હતી.કાલોલ તાલુકા ની બોરુ પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષક ગૌરાંગ જોશી એ નવી શિક્ષણનીતિ ૨૦૨૦ અંતર્ગત ધોરણ આઠ બાદ અભ્યાસ છોડી જનાર બાળકો માટે નજીકની શાળામાં પ્રવેશ અથવા એન.આઈ.ઓ.એસ. અથવા આગામી સમયમાં ગુજરાત ઓપન સ્કૂલમાં પ્રવેશ મેળવી બાળક ધોરણ ૧૨ સુધીનો શિક્ષણ અપાવવા હાકલ કરી હતી.