જામનગર ના ગાયકે રામેશ્વરમમાં શ્રી રામ ઉત્સવમાં ચોપાઈ ગાનથી સૌને કર્યા મંત્રમુગ્ધઃ

જામનગર ના ગાયકે રામેશ્વરમમાં શ્રી રામ ઉત્સવમાં ચોપાઈ ગાનથી સૌને કર્યા મંત્રમુગ્ધઃ
રિપોર્ટ પ્રદિપસિંહ જી રાઠૌર જામનગર
જામનગરના એડવોકેટ તથા કલાકારનું વડાપ્રધાન દ્વારા સન્માન
તાજેતરમાં અયોધ્યામાં શ્રી રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને પશ્ચિમ સાંસ્કૃતિક કેન્દ્ર ઉદયપુર પ્રેરીત આઈજીએનસીએ દિલ્હી, મિનિસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા નામિલનાડુના શ્રી રામેશ્વરમમાં યોજાયેલ” ‘શ્રી રામ ઉત્સવ યોજાયલ અયોધ્યા’ નામના કાર્યક્રમમાં જામનગરના એડવોકેટ તથા ભજનિક રવિરાજસિંહ કે. સોઢાએ સાથી કલાકારો સાથે રામાયણની ચોપાઈનું ગાન કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતાં.આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતાં. વડાપ્રધાન દ્વારા રવિરાજસિંહ સોઢાની પ્રતિભાને બિરદાવી તેમને શાલ ઓઢાડી સન્માનીત કરવામાં આવ્યા હતાં. જેને પગલે જામનગર રાજપુત સમાજ તથા નગરના ગૌરવમાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે રવિરાજસિંહ લોકડાયરાસહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કલા પીરસી રહ્યા છે અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલ છે. કલા સાધના કરી સંસ્કૃતિની સેવાપણ કરી રહ્યા છે.









