
કેશોદ તાલુકાના અજાબ ગામે મેઈન રોડ પર આવેલ શ્રી કેશવ કલીમલહારી બાપુની મઢુલી ખાતે પુજ્ય શ્રી કલીમલહારી બાપુની ૪૧મી પુણ્યતિથી નિમિત્તે સવારથી પુજા, અર્ચના, સત્સંગ, પ્રસાદી અને રાત્રી દરમિયાન શ્રી રામધુન મંડળ અજાબ ના કલાકારો મિત્રો દ્વારા ભવ્ય ધુનનું આયોજન કરવામાં આવેલ તેમજ મંદિર ને અને મઢુલી ને ખાસ લાઈટિંગથી શણગારવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવામાં ભીમાણી વિનોદભાઈ તથા દેપાણી રાજેશભાઈ અને મઢુલી નિર્માણમાં શ્રી કેશવ કલીમલહારી મઢુલી ગૃપના તમામ યુવામિત્રોનો સહયોગ પ્રાપ્ત થયો હતો અને ગામ માં વિવિધ તહેવારો ની હર્ષ ભેર ઉજવણી અને સભ્ય સાંસ્કૃતિક વારસો જળવાઈ યુવાધન ધાર્મિક સામાજિક કાર્ય કરતા રહે ગામ ધાર્મિક વાતાવરણ સાથે એક બીજાને મદદરૂપ થાય તેવા હેતુથી આ યુવક મંડળ ની કામગીરી ને અજાબ સરપંચ મગનભાઈ અઘેરા અને સદસ્ય શ્રી ઓ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ





