
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ મેઘરજ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગ રૂપે રેલી યોજાઈ ગઈ

સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ,મેઘરજ ખાતે ‘હર ઘર તિરંગા’ અંતર્ગત કૉલેજના પ્રાંગણમાથી મેઘરજ શહેરમાં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓની રેલી યોજવામાં આવેલ તેમજ આ રેલીમાં શહીદો અમર રહે,બેટી બચાવો બેટી પઢાવો,પર્યાવરણનું જતન કરો,પાણી બચાવો જેવા જુદા જુદા વિષય ઉપર વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ પોસ્ટર વેશભૂષા સાથે રેલી યોજાઇ. ભારતમાતાની પ્રતિકૃતિ તેમજ ભારતીય જવાનો,ડૉક્ટર જેવી સંસ્કૃતિ સાથે ઉત્સાહભેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો. કાર્યક્રમનુ આયોજન શ્રી રજનીકાન્ત આર. રાઠોડ દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમમાં કૉલેજના તમામ શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારી મિત્રોએ ભાગ લઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
[wptube id="1252022"]









