
વિજાપુર ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા આયોડીન ના પ્રમાણ ની તપાસ કરાઈ
360 જેટલા બાળકો ના ગળાની તપાસ કરી મીઠા અને યુરીન ના સેમ્પલો ગાંધીનગર લેબોરેટરીમાં મોકલાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
નેશનલ આયોડીન ડેફિસિયનસી ડીસ ઓર્ડર કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત વિજાપુર તાલુકામાં જેપુર..ગવાડા.. ટીટોદન..રામપુર ગામે મીઠામાં આયોડીન નું પ્રમાણ જાણવા સારું મીઠાના સેમ્પલ અને યુરીન ના સેમ્પલ લેવામાં આવ્યા હતા,જેમાં આરોગ્ય ની ટીમે ગુરુવાર ના રોજ કુલ ચાર ગામના 72 મીઠા ના સેમ્પલ 36 સેમ્પલ યુરીન ના લેવા માં આવ્યા હતા તેમજ 360 બાળકોની ગાળાની ચકાસણી કરવામાં આવી હતી,જેના સેમ્પલો ગાંધીનગર લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ તાલુકાના જેપુર.રામપુર..ગવાડા.અને ટીટોદન.ગામમાં આરોગ્ય ની ટીમ જેમાં હેલ્થ વર્કર અને આર બી એસ કે ટીમ દ્વારા શાળા ની મુલાકાત લઈ 6 વર્ષ થી 12 વર્ષ ની ઉમર ના બાળકો ને આયોડીન ની આપના શરીર માં શું જરૂરિયાત છે .તે વિશે સમજ આપવામાં આવી આયોડીન ની ઉણપ થી ગોઇટર નામનો રોગ થાય છે તેની સમજ આપવામાં આવી.ત્યારબાદ આરોગ્ય ટીમના સભ્યો દ્વારા યુરીન સેમ્પલ તેમજ મીઠાના સેમ્પલ લેવામાં આવ્યા .કુલ ચાર ગામના 72 મીઠા ના સેમ્પલ..અને 36 સેમ્પલ યુરીન ના લેવામાં આવ્યા.અને 360 બાળકો ની ગળા ની તપાસ કરવામાં આવી હતી આ તમામ સેમ્પલ ને ગાંધીનગર લેબોરેટરી માં આયોડીન નું પ્રમાણ જાણવા માટે વેકસીન કેરિયર દ્વારા મોકલવામાં આવ્યાહતા આ કામનું સુપરવિઝન તાલુકા હેલ્થ ઓફિસર ડો ચેતન પ્રજાપતિ અને તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતુ,





