GUJARATLUNAWADAMAHISAGAR

બાળ મજુરી નાબુદ કરવાના ધ્યેય સાથે આકસ્મિક દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી

આસીફ શેખ લુણાવાડા

બાળ મજુરી નાબુદ કરવાના ધ્યેય સાથે આકસ્મિક દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી

બાળ મજુરી નાબુદ કરવાના ધ્યેય સાથે મહીસાગર જિલ્લામાં નિયુક્ત થયેલ ટાસ્કફોર્સના સભ્યો દ્વારા સરકારી શ્રમ અધિકારી મહીસાગરની રાહબરી હેઠળ બાળ તેમજ તરુણ શ્રમયોગીઓને કામ પરથી મુક્ત કરાવવા માટે મહીસાગર જિલ્લાના કોટેજ ચોકડી, લુણાવાડા ખાતે આકસ્મિક દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

જેમાં ન્યુ યાદગાર નાસ્તા હાઉસ ખાતેથી ૨ (બે) બાળ શ્રમિકોને કામ ઉપરથી મુક્ત કરાવીને બાળ શ્રમયોગીઓને ચિલ્ડ્રન હોમ ગોધરાને સોપવામાં આવેલ છે. અને સંસ્થાના માલિકને બાળ અને તરુણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ ૧૯૮૬ હેઠળ એફ આઈ આર દાખલ કરવામાં આવેલ છે આ સમગ્ર કાર્યવાહીમાં સરકારી શ્રમ અધિકારી મહીસાગર અને ટાસ્કફોર્સના સભ્યોએ ભાગ લીધેલ હતો. ખાતા દ્વારા સઘન રીતે આ પ્રકારની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ સરકારી શ્રમ અધિકારી મહિસાગરની કચેરી દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.

[wptube id="1252022"]
Back to top button