નવસારી: વિશ્વ આદિવાસી દિવસે જનનાયક બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ કરાયું..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
૯ ઓગસ્ટ એટલે ‘વિશ્વ આદિવાસી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે નવસારી શહેરમાં આવેલા બીરસા મુંડા માર્ગ પર કલેકટર કચેરી નજીક કાલીયાવાડી પર આવેલા ત્રણ રસ્તા પાસે ભગવાન બીરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ વિધાનસભાના નાયબ મુખ્યદંડક શ્રી કૌશિકભાઇ વેકરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની અને જન નાયક બિરસામુંડાએ બિહાર-ઝારખંડમાં અંગ્રેજો સામે લાંબો સંઘર્ષ કરી આદિવાસી પ્રજાને ન્યાય અપાવ્યો હતો. અને કૃષિ ક્ષેત્રે આદિવાસીઓની લગાન માફ કરવા માટે પણ તેઓ અંગ્રેજો વિરુધ્ધ થયા હતા, એવા જનનાયક બિરસામુંડાજીની પ્રતિમાનું આજે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. નવસારી-વિજલપોર નગર પાલિકા દ્વારા અંદાજીત રૂપિયા ૧૨ લાખના ખર્ચે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા બનાવવામાં આવી છે.
આ પ્રસંગે નવસારી ધારાસભ્ય શ્રી રાકેશભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, આદિવાસીઓના પ્રશ્નોથી વાકેફ થઇ તેમના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબધ્ધતા આવે તથા જળ, જંગલ, જમીન અને પૃથ્વી ઉપરનાં માનવ, જીવનસૃષ્ટિ, પશુ-પંખી અને પ્રકૃતિનાં સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાઇ છે. આદિવાસી જનનાયક બિરસામુંડાએ બિહાર-ઝારખંડમાં અંગ્રેજો સામે લાંબો સંઘર્ષ કરી આદિવાસી પ્રજાને ન્યાય અપાવ્યો હતો.
<span;> નવસારી આદિવાસી સેવા સમિતિ બિરાસા મુંડાની પ્રતિમા પાસેથી વિશાળ શોભાયાત્રા નીકળી જુનાથાણા થઈ લુન્સીકૂઇ બાબાસાહેબની પ્રતિમા પાસેથી સિંધી કેમ્પ પ્રીતમદાસ ચોક થઈ ટેકનિકલ સ્કૂલ, છાપરા થઈ ગંગા બા હોલમાં સંપન્ન થઈ હતી. આદિવાસી જનજાગૃતિ સેવા સમિતિની રેલી ફુવારાથી નીકળી શહેરના રાજમાર્ગો પર ફરીને કલેકટર કચેરી નજીક બીરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા હતા.
આ પ્રસંગે નવસારી-વિજલપોર નગરપાલિકા પ્રમુખ શ્રી જીગીશ શાહ, નવસારી પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઇ, ચીફ ઓફીસર જે યુ વસાવા, ભાજપ પ્રદેશ મંત્રી શીતલબેન સોની, ભાજપ જીલ્લા પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ પાલિકાના નગરસેવકો સાથે પદાધિકારીઓ તેમજ વિવિધ આદિવાસી સમિતિના અગ્રણીઓ તથા આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહયા હતા.





