એચ ટાટ સંવર્ગ ના નિયમો બનાવવા માટે વિરાટ સંમેલન યોજાયુ

સરકારે HTATમુખ્ય શિક્ષકોના બદલી સહિત ના નિયમો બનાવવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને પત્ર લખતા અમદાવાદમાં ડો બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જનરલ સભા યોજાઈ
ગુજરાતના તમામ જીલ્લા ના મોટી સંખ્યા માં ઉપસ્થિત ,HTAT મિત્રો ના સૂચનો લઈ ચાર કલાક સુધી ચર્ચા / વિચારણા કરી સર્વાનુમતે ડ્રાફ્ટ તૈયાર કરેલ કર્યો તૈયાર ડ્રાફ્ટ સોમવારે સરકારમાં કરાશે રજુ કરાશે
શિક્ષણ વિભાગના પત્ર દ્વારા 7 ઓગસ્ટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત પાસે મુખ્ય શિક્ષક (HTAT) માટે બદલીના નિયમ બનાવવા સૂચનો માંગવામાં આવ્યા હતા.જેને લઈ રાજ્યના મુખ્ય શિક્ષકોની જનરલ મહાસભા ( સંમેલન ) અમદાવાદ ખાતે યોજાઈ.
અમદાવાદમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી ખાતે ઉપસ્થિત તમામ મુખ્ય શિક્ષક (HTAT) મિત્રો દ્વારા મુખ્ય શિક્ષક (HTAT) કેડર માટેની કેટલીક બાબતો સર્વાનુંમતે નક્કી થઇ તે તમામ સૂચનો ખૂબ ચર્ચા અને મંથનના અંતે આધાર પુરાવા અને સંદર્ભપત્રોના અભ્યાસ અને કોર્ટના ચુકાદા SCA 22752 20/10/2022 ના આધારે નક્કી કરવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગના પત્ર દ્વારા 7 ઓગસ્ટ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત પાસે મુખ્ય શિક્ષક (HTAT) માટે બદલીના નિયમ બનાવવા સૂચન માંગવામાં આવ્યા હતા. ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ થકી તેના પત્ર દ્વારા શિક્ષણ વિભાગમાં આજે નક્કી થયેલા સુચનો આપવામાં આજે એસ જી હાઇવે પર આવેલ ડો. બાબસાહેબ આંબેડકર યુનિવર્સીટી ખાતે સભા બોલાવવામાં આવી હતી
આ સભામાં ગુજરાતભર માંથી મોટી સંખ્યામાં HTAT ના શિક્ષકો હાજર રહ્યા હતા. જે સભામાં શિક્ષકોની માંગ પર ચર્ચા કરવામાં આવી. જે ચર્ચામાં મુખ્ય માંગ HTAT શિક્ષકોને શૈક્ષણિક ગણવા કે વહીવટીમાં લેવા, 12 વર્ષથી બદલીઓ થઈ નથી જે બદલીમાં વતનના જિલ્લામાં થાય, તેમજ પગાર ધોરણ પણ સુધારવામાં આવે તે મુખ્ય માંગ સાથે 10 થી વધુ મુદા પર એક કાચું ડ્રાફ્ટ બનાવી સભામાં રજૂ કરાયુ. જે ડ્રાફ્ટ પર ચર્ચા કરી અન્ય મુદા ઉમેરવામાં આવ્યા. તેના પર ચર્ચા કરવામાં આવી.
જેમાં ઉપસ્થિત તમામ મુખ્ય શિક્ષક (HTAT) મિત્રો દ્વારા મુખ્ય શિક્ષક (HTAT) કેડર માટેની કેટલીક બાબતો સર્વાનુંમતે નક્કી થઇ તે તમામ સૂચનો ખૂબ ચર્ચા અને મંથનના અંતે આધાર પુરાવા અને સંદર્ભપત્રોના અભ્યાસ અને કોર્ટના ચુકાદા SCA 22752 20/10/2022 ના આધારે નક્કી કરવામાં આવ્યા.
મહત્વનુ છે કે આ તમામ સૂચનો નો અમલ થશે એનો વિશ્વાસ આજ ના સંમેલન માં વ્યક્ત કરવામાં આવ્યો છે ડ્રાફ્ટ ના આધારે જ HTAT શિક્ષક માટે નવા નિયમ તેમના હિતમાં લાવવામા આવશે તો સૌને ન્યાય મળશે. મહત્વનું છે કે અગાઉ પણ HTAT શિક્ષકોની સભાઓ મળી ચુકી છે પણ તેમાં કઈ નિષ્કર્ષ નથી આવ્યો. ત્યારે તમામને આશા છે કે આ સભા બાદ બદલી અને અન્ય મુદ્દે કાયમી નિવેડો આવે HTAT શિક્ષકના હિત ધારક નિયમ બનશે.
એટલું જ નહીં પણ સભામાં આવનાર HTAT શિક્ષક પાસે સભામાં નક્કી કરવામાં આવેલ તેઓનું સમતિપત્ર પર સહી કરી લેવામાં આવી આવ્યું હતું જેમાં નીચે સહી કરનાર મુખ્ય શિક્ષક (HTAT) ની અમારી આ પ્રમાણેની માગણી છે તે ધ્યાને લઇ ઝડપથી (HTAT) કેડર માટેના લાભ આપવામાં આવે એવી નમ્રતા સાથે આગ્રહભરી વિનંતી કરતા પત્ર પર HTAT શિક્ષકોએ સંમતિ આપી હતી
આજના મોટી સંખ્યા માં ઉપસ્થિત એચ ટાટ મુખ્ય શિક્ષક મિત્રો ને રાજ્ય ના અધ્યક્ષ ભીખાભાઈ પટેલે પોતાની આગવી શૈલી માં સંબોધન કરી પ્રશ્નો ઉકેલવા રજૂ થયેલ ડ્રાફ્ટ ને સરકાર સ્વીકાર કરે એવો પ્રયત્ન કરવાની ખાત્રી આપી હતી
Hata સંવર્ગ ના અધ્યક્ષ નાથુભાઈ ઘોયા,મહામંત્રી હરેશભાઈ રાજ્યગુરુ તથા સંગઠન મંત્રી અકુરભાઈ દેસાઈ સહિત ચિરાગ ભાઈ પટેલ, પલ્લવીબેન પટેલ ,રમેશ ભાઈ ખેર, જીતુ ભાઈ પ્રજાપતિ સહિત રાજ્ય ની એચ ટાટ કારોબારી અને તમામ જીલ્લા ના એચ ટાટ સંવર્ગ ના હોદેદારો સહિત ગુજરાતભરના એચ ટાટ મુખ્ય શિક્ષક મિત્રો એ ઉપસ્થિત રહી સંમેલન સફળ બનાવ્યું હતું
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – ગુજરાત રાજ્ય અને મુખ્ય ક્ષશિક (HTAT) શૈક્ષિક મહાસંઘ – ગુજરાત એ HTAT મુખ્ય શિક્ષકોની બદલી માટે સરકારે માંગેલ સૂચનો માટેનો ડ્રાફ્ટના મુદા
મુખ્ય ત્રણ મુદા
1). સંખ્યાના બાધ વગર ધોરણ 1 થી 8 ની તમામ શાળામાં HTAT મુખ્ય શિક્ષકનું મહેકમ ઉભું કરવું.
-સંદર્ભ: RTE 2012 મા પ્રકરણ 4 ની કલમ 17(3)(ખ) અને પ્રકરણ નંબર-2 (5)(3) મુજબ 1 થી 5 મા અને 6 થી 8 માં અલગપણે મુખ્ય શિક્ષક આપવાની જોગવાઈ છે પરંતુ આપને ધોરણ 1 થી 8 ની શાળામાં મુખ્ય ક્ષશિક (HTAT) ની માંગણી કરીએ છીએ.
2). મુખ્ય શિક્ષક (HTAT) ની કેડર ને વહીવટી કેડર ગણવી.
-સંદર્ભ: વર્ષ 2011 ના રીક્રુટમેન્ટ રૂલ્સ અને નામદાર ગુજરાત હાઇકોર્ટના તા-20/10/2022 ચુકાદા મુજબ તા-27/8/2012ના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક :૧૧-૨૦૧૨-૩૧૪૬૬૮-ક મુજબ અમલવારી કરવી એમ સુચન કરવામાં આવેલ છે.
3). નીચેના ફેરફાર સાથે શિક્ષકોની જેમ માંગણીથી બદલીની જોગવાઈ કરવી.
– મુખ્ય શિક્ષક (HTAT) સામે મુખ્ય શિક્ષક (HTAT) અરસ પરસ બદલી, બઢતી કે સીધી ભરતી બાધ વગર – સિનીયોરીટી માટે ખાતામાં દાખલ તારીખ ધ્યાને લેવી. – શિક્ષક તરીકે જીલ્લા ફેર માટે કરેલ અરજી મુખ્ય શિક્ષક (HTAT) માટે તબદિલ કરીએ તારીખથી અસરમાં લેવી – શાળામાં મુખ્ય શિક્ષક (HTAT) શાળાનું માથું છે તો માધ્યમિક શાળાના આચાર્યની જેમ વધ ન પડે તેમ કરવું. (નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ 2019 નો બદલીનો પરિપત્ર રદ કરેલ છે) – તમામ બદલી કેમ્પમાં 100% જગ્યા બતાવવી – ઝડપથી બદલીના નિયમ બનાવી જીલ્લા આંતરિક અને જીલ્લા ફેરના ઓનલાઈન કેમ્પ સપ્ટેમ્બર માસના અંત સુધીમાં કરવામાં આવે – ઉપર મુજબના સૂચનો ધ્યાને લઇ તા-11/05/2023 ના શિક્ષકોના બદલીના નિયમો (વધના બાધ સિવાય) લાગુ કરવામાં આવે.
સંદર્ભ: તા-27/8/2012ના શિક્ષણ વિભાગના ઠરાવના મુદ્દા ક્રમાંક-4 મુજબ વિભાગ સામાન્ય વહીવટ વિભાગના તા-25/11/2005 ના ઠરાવ ક્રમાંક ટીઆરએફ -૧૦૯૮/૧૪૩૨/ગ.૨ ને ધ્યાનમાં લેવું એવું નામદાર હાઇકોર્ટ દ્વારા પણ
સુચન આપવામાં આવેલ છે.(જેમાં ભાગ-4(3) ધ્યાને લેવું.
આજના સૂચનો અને હજુ પણ અન્ય સુચનો લેટરપેડ પર લખી આજે શિક્ષણ વિભાગ માં સુપ્રત કરવામાં આવશે










